પૅરાલિમ્પિક્સમાં ભારતને ત્રણ મહિલાના મેડલ પછી ચોથો ચંદ્રક પુરુષ ઍથ્લીટે અપાવ્યો
મેડલ વિજેતાઓમાં ભારત શરૂઆતમાં જ ટૉપ-ટેનમાં
પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સની સરખામણીમાં દિવ્યાંગો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતીય ઍથ્લીટો શરૂઆતથી જ ધમાકેદાર પર્ફોર્મ કરી રહ્યા છે. શુક્રવારે ભારતને પહેલા ત્રણ ચંદ્રક મહિલા ઍથ્લીટ્સે અપાવ્યા ત્યાર બાદ ચોથો મેડલ પુરુષ ઍથ્લીટે અપાવ્યો હતો.
શૂટિંગમાં અવની લેખરા અને મોના અગરવાલ તથા 100 મીટરની રેસમાં પ્રીતિ પાલની સફળતા બાદ નિશાનબાજીમાં મનીષ નરવાલે સિલ્વર મેડલની સિદ્ધિ મેળવી હતી.
મનીષ આ ચંદ્રક 10 મીટર ઍર પિસ્તોલ એસએચ-1 કૅટેગરીમાં બીજું સ્થાન મેળવીને રજત ચંદ્રક જીતી લીધો હતો.
ભારતે પ્રારંભમાં જ ચાર મેડલ જીતીને પૅરાલિમ્પિક્સમાં ધમાલ મચાવી દીધી હતી.
બાવીસ વર્ષનો મનીષ નરવાલ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં 50 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેણે પૅરિસમાં કમાલ બતાવી છે.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડની આશા છે? નહીં, ભારત માટે હવે ‘ધી એન્ડ’
પૅરિસમાં મનીષે કુલ 234.9 પૉઇન્ટ મેળવ્યા હતા. સાઉથ કોરિયાનો જૉ જોંગ્ડુ 237.4 પૉઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એસએચ-1 કૅટેગરીમાં એવા શૂટર ભાગ લે છે જેમના હાથમાં અથવા માથાથી નીચેના ભાગમાં ખામી હોય.
મનીષ સોનીપતમાં રહે છે. મનીષ 2018ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. 2019ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં તે ત્રણ બ્રૉન્ઝ જીત્યો હતો.
પૅરિસ પૅરાલિમ્પિક્સમાં કોના કેટલા મેડલ?
દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
ચીન | 5 | 4 | 2 | 11 |
ગ્રેટ બ્રિટન | 2 | 4 | 1 | 7 |
ઑસ્ટ્રેલિયા | 3 | 1 | 2 | 6 |
ઇટલી | 2 | 2 | 5 | 9 |
બ્રાઝિલ | 2 | 1 | 3 | 6 |
કોલમ્બિયા | 2 | 0 | 0 | 2 |
નેધરલૅન્ડ્સ | 2 | 0 | 0 | 2 |
ઉઝબેકિસ્તાન | 1 | 2 | 1 | 4 |
ફ્રાન્સ | 1 | 2 | 0 | 3 |
ભારત | 1 | 1 | 2 | 4 |