કોલકાતા: અહીંના ઇડનગાર્ડન સ્ટેડિયમ ખાતે આઈસીસી વર્લ્ડ કપ 2023ની 28મી મેચ આજે બાંગ્લાદેશ નેધરલેન્ડ્સ વચ્ચે રમાઇ હતી. નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં નેધરલેન્ડની ટીમે 50 ઓવરમાં 229 રન કર્યા હતા, પણ જેના જવાબમાં બાંગ્લાદેશે ધબડકો નોંધાવ્યો હતો. 42.4 ઓવરમાં જ બાંગલાદેશ 142 રનમાં ઓલ આઉટ થવાને કારણે નેધરલેન્ડ 87 રનથી જીત્યું હતું.
નેધરલેન્ડ વતીથી સુકાની એડવર્ડે મહત્વની રમત રમીને 68 રન કર્યા હતા, ત્યાર બાદ બારેસી (35), એન્જલબ્રેચ (41) પણ મહત્વની ઇનિગ રમ્યા હતા. આમ છતાં બીજા દાવમાં આવેલી બાંગ્લાદેશની ટીમ રીતસર પાણીમાં બેસી ગઈ હતી. એમ. હસન (35), મહમુદુલા (20) અને એમ રહેમાન (20) વગેરે સામાન્ય સ્કોર કરી શક્યા હતા, પણ બાકી બધા બેટર સાવ સસ્તામાં આઉટ થયા હતા.
નેધરલેન્ડ વતીથી વધુ વિકેટ પી મિક્રમ (ચાર) લીધી હતી, જ્યારે લીડે બે વિકટ ઝડપી હતી. ઉપરાંત, એ દત્ત, એકમરન અને એલ વાન બીકે એક એક વિકેટ લીધી હતી.
જોકે, આજની મેચમાં નેધરલેન્ડની જીતને કારણે પોઇન્ટ ટેબલમાં ડચના બે પોઇન્ટમાં વધારો થયો છે. નેધરલેન્ડની આ જીત સાથે ચાર પોઇન્ટ અને વર્લ્ડ કપમાં બીજી જીત થઈ છે, જે પહેલી વાર બીજી વખત જીત્યું છે.