સ્પોર્ટસ

યુએસ ઓપનમાં 16 વર્ષની ઇવા બની યંગેસ્ટ અમેરિકી મૅચ-વિજેતા

નોવાક જૉકોવિચનો વિજયી આરંભ: ભારતનો સુમીત નાગલ હાર્યો

ન્યૂ યૉર્ક: કૅલિફોર્નિયાની 16 વર્ષની ઇવા યૉવિચે અહીં સોમવારે 2023ની ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલિસ્ટ પોલૅન્ડની મૅગ્ડા લિનેટને યુએસ ઓપનની શરૂઆતમાં હરાવીને અપસેટ સર્જયો હતો. એ સાથે, યૉવિચ પોતાના જ દેશની આ સ્પર્ધાના મુખ્ય ડ્રૉમાં મૅચ જીતનારી સૌથી યુવાન અમેરિકન બની છે. તેણે લિનેટને 6-4, 6-3થી હરાવી દીધી હતી.
મેન્સમાં નોવાક જૉકોવિચ મોલ્ડોવાના રૅડુ અલ્બૉટને 6-2, 6-2, 6-4થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. જૉકોવિચ પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના ઇરાદા સાથે અહીં રમવા આવ્યો છે.

જૉકોવિચે જમણા ઘૂંટણમાં સર્જરી કરાવી છે અને એ ઘૂંટણ પર તે પટ્ટો પહેરીને યુએસ ઓપનમાં રમી રહ્યો છે. તે પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ જીતવા દૃઢ છે.
ભારતનો સુમીત નાગલ પ્રારંભિક રાઉન્ડમાં નેધરલૅન્ડ્સના ટૅલૉં ગ્રિકસ્પૂર સામે 1-6, 3-6, 6-8થી હારી ગયો હતો. આ મૅચ સવાબે કલાક ચાલી હતી.

મહિલાઓમાં કૉકો ગૉફ વારવેરા ગ્રાશેવાને 6-2, 6-0થી હરાવીને બીજા રાઉન્ડમાં પહોંચી હતી. ગૉફ આ પહેલાં (યુએસ ઓપન અગાઉની) બન્ને મૅચ હારી હતી.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે