ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

બની રહ્યા છે Shash, Gajkesari Rajyog: ત્રણ રાશિના જાતકોને થશે જલસા જ જલસા…

જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરીને શુભ-અશુભ, રાજયોગનું નિર્માણ કરે છે. આજે અમે અહીં આવા જ એક ગોચરની વાત કરવા જઈ રહ્યા છીએ. બે દિવસ બાદ ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમા ગોચર કરીને શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. પહેલી મેના ગુરુ વૃષભમાં, ચંદ્ર નવમી મેના વૃષભમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આ ગોચરને કારણે શશ અને ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. બંને રાજયોગનું એક સાથે નિર્માણ થતાં કેટલીક રાશિના જાતકોનું સૂતેલુ ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકોની બિઝનેસમાં પ્રગતિ થઈ રહી છે, આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…

વૃષભઃ

Horoscope

વૃષભ રાશિમાં જ ગ્રહોની હિલચાલ થઈ રહી હોવાને કારણે આ રાશિના જાતકો માટે તો આ સમયગાળો ખૂબ જ શુકનિયાળ નિવડશે. શશ અને ગજકેસરી રાજયોગને કારણે આ રાશિના જાતકોના વ્યક્તિત્ત્વમાં સુધારો જોવા મળશે. આ ઉપરાંત આ રાશિના જાતકો કારકિર્દીને લઈને મહત્ત્વના નિર્ણયો લેવા પડશે. નાણાંકીય સ્થિતિ મજબૂત બનશે. વૈવાહિક જીવન પણ સારું રહેશે. નોકરી કરી રહેલાં લોકોને આજે મનગમતી જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે.

મકરઃ

શશ અને ગજકેસરી રાજયોગ મકર રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થવાનો છે. આ યોગ મકર રાશિના જાતકોના ધનના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આ સમયે તમને તમારી તમામ યોજનામાં સફળતા મળી રહી છે.

કુંભઃ

શશ અને ગજકેસરી રાજયોગ કુંભ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે. બિઝનેસમાં સારો એવો ફાયદો થઈ રહ્યો છે. નવી યોજનાઓ પર કામ કરવાનું વિચારી શકો છો. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. આવકના નવા નવા સ્રોત બની રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button