“મનથી હાર્યા હાર છે મનથી જીત્યા જીત” ઝીબ્રાએ દેખાડી જાંબાઝી, મગરના મોંમાંથી નીકળ્યો હેમખેમ! જૂઓ વીડિયો…

જંગલની દુનિયા રોમાંચ અને આશ્ચર્યથી ભરેલી છે, અહીં કોઈ પણ સમય પ્રાણી શીકારી પણ બની જાય છે, તો કોઈ વખત શીકાર બની જાય છે. નાની ભૂલ પર માસૂમ પ્રાણીનો અંત લાવી શકે છે. પણ કેહવાયને મનથી હાર્યા હાર અને મન જીત્યા જીત. મનમાં હિમ્મત ભરી હોય તો કોઈ પણ મુશ્કેલીનો સામનો સરળ બની જાય છે. આવો જ એક રોમાંચક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઝેબ્રા મગરના મોંમાંથી બચીને બહાર નીકળે છે. આ દૃશ્યએ લોકોને હેરાન કરી દીધા છે.
વીડિયોમાં ઝેબ્રા નદી પાર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે મગરોનું ટોળું તેની પાછળ પડે છે. મગર એક એવું શિકારી છે, જે મોકો મળતાં કોઈને પણ પોતાનો શિકાર બનાવી લે છે. પરંતુ આ ઝેબ્રાએ હાર ન માની. જ્યારે મગરે તેને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઝેબ્રાએ હિંમતથી તેના જડબા પર જ હુમલો કરી દીધો. આ હુમલાથી મગરે પોતાનું જડબું ઢીલું કર્યું, અને ઝેબ્રાએ તકનો લાભ લઈને નાસી છૂટ્યો.
આ વીડિયો એક નેચર પ્રેમીએ સોશિયલ મીડિયા X હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયા એટલો વાયરલ થઈ રહ્યો છે. તેને 1.5 કરોડથી વધુ વ્યૂહ મળ્યા છે. જ્યારે આ વીડિયોમાં લોકોએ કોમેન્ટમાં ઝેબ્રાની હિંમતના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ઝેબ્રાએ સમયસર પોતાની ચાલ બદલી અને મગરને ચકમો આપ્યો.” બીજા યુઝરે કહ્યું, “ઝેબ્રાની આ તાકાત અદ્ભુત છે.”
આ વીડિયો એક મહત્વનો સંદેશ આપે છે કે મુશ્કેલીમાં હિંમત ન હારવી જોઈએ. ઝેબ્રાએ પોતાની બુદ્ધિ અને હિંમતથી મોતને હરાવ્યું, જે દરેક માટે પ્રેરણાદાયી છે. લોકો આ ઘટનાને જોઈને ઝેબ્રાની હિંમતની દાદ આપી રહ્યા છે અને તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
આપણ વાંચો : વડોદરામાં મગરનું ‘બેસણું’ યોજાયું, જાણો કોણે યોજી શોક સભા?