સૂર્ય અને મંગળનો સંયોગથી સર્જાયેલો યુક્ત યોગ ત્રણ રાશિઓને કરશે માલામાલ
જાણો તમારી રાશિ તો નથી ને….

જ્યોતિષમાં ગ્રહો અને નક્ષત્રોની ગતિવિધિ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. કારણ કે આ રાશિના જાતકોનું ભવિષ્ય નક્કી કરે છે. 17 નવેમ્બરે સૂર્ય સંક્રમણ કરશે અને સૂર્ય અને મંગળનો સંયોગ પણ બનશે. નવેમ્બર મહિનો ઘણી રીતે વધુ ફાયદાકારક રહ્યો છે કારણ કે આ મહિનામાં ઘણા શુભ રાજયોગ રચાયા છે. હવે સૂર્ય અને મંગળનો સંયોગથી યુક્ત યોગ રચાશે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને ફાયદો જ ફાયદો થવાનો છે. યુક્ત યોગ 17 નવેમ્બરે સવારે 1:07 કલાકે રચાશે જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે અને મંગળ સાથે સંયોગ થશે.
કર્કઃ
સૂર્ય અને મંગળ પાંચમા ભાવમાં સાથે રહેશે અને તમને અમુલ્ય લાભ આપશે.
ખાસ કરીને સર્જનાત્મક કાર્ય કરનારા, અભિનય કે નૃત્ય સાથે જોડાયેલા લોકોને પદ, પ્રતિષ્ઠા, કિર્તી અને ભૌતિક સુખ મળશે. આવકમાં વૃદ્ધિનો સમય રહેશે. અચાનક ધનલાભ પણ થઇ શકે છે. મીડિયા કે બેંકમાં કામ કરતા લોકો માટે અને બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા લોકો માટે ઘમો શુભ સમય છે.
સિંહ:
સૂર્ય અને મંગળ તમને સફળતા અપાવી શકે છે. તમે સારી આવક મેળવશો અને બચત પણ કરી શકશો. ધનધાન્ય, સુખ સમૃદ્ધિ, ઐશ્વર્ય કશાની ખોટ નહીં રહે. તમારી તમામ ઇચ્છાઓ પૂરી થશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસતી રહેશે. સંબંધો પણ મધુરા રહેશે. મિલકત સંબંધી શુભ સમાચાર જાણવા મળશે. પરિવાર સાથે સમય વિતાવવાની અમુલ્ય તક મળશે.
વૃશ્ચિક
જે પણ કાર્ય તમે શરૂ કરશો એને પૂરું પણ કરશો. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. તમારું વ્યક્તિત્વ પણ નિખરશે. કામની બાબતોમાં પણ આરામ રહેશે. વિદેશ જવાનો યોગ પણ છે. આરોગ્ય સુખાકારી પણ જળવાઇ રહેશે. નેતૃત્વ કરવાની અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે. બેંક બેલેન્સમાં પણ સતત વધારો થતો જશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.