તુમ જીયો હજારો સાલઃ તમારો જન્મદિવસ કહેશે કે તમે કેટલું જીવશો
આમ જોઈએ તો કેટલું જીવ્યા તે મહત્વનું નથી, પણ કેવું જીવ્યા તે મહત્વનું છે, તેમ છતાં આપણે સૌને લાંબા આયુષ્યની ખેવના હોય છે. મૃત્યુ અટલ અને નિશ્ચિત હોવા છતાં મોત કોઈને જોઈતું નથી. તમારું જીવન કેટલું લાંબુ હશે તે ચોક્કસપણે કહેવાનુ કોઈ માટે શક્ય નતી, પરંતુ વિજ્ઞાન સમેત જ્યોતિષશાસ્ત્ર અને હસ્તરેખાઓ વ્યક્તિના આયુષ્ય વિશે પોતપોતની રીતે અંદાજ આપે છે.
આ અંદાજ કેટલાય વિવિધ પાસાઓ પર આધારિત હોય છે. તમારી ઉંમર નક્કી કરવાની અમુક રીતોમાંની એક રીત છે તમારો જન્મદિવસ. એટલે કે તમે ક્યા વારે જન્મ્યા છો તે પણ જણાવે છે કે તમારું અંદાજિત આયુષ્ય કેટલું હશે. તો તમે જ જોઈ લો તમારો જન્મદિવસ અને તમારું સંભિવત આયુષ્ય.
સોમવાર
સોમવારે જન્મેલા લોકોનું જીવન સરળ કે ખૂબ જ સુખદાયી હોતું નથી.ચંદ્રના પ્રભાવથી તેમનું મન અશાંત રહે છે. જોકે તેઓ પોતાનો આનંદ શોધી લે છે અને ધાર્મિક વૃત્તિ પણ ધરાવે છે. તેમની યાદશક્તિ તેજ છે. તેમની ઉંમર 84 વર્ષ માનવામાં આવે છે, પરંતુ તેમના જન્મબાદ 11મા મહિનામાં અને તેમના 16મા અને 27મા વર્ષમાં તેમને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
મંગળવાર
મંગળવારે જન્મેલા લોકો નીડર, શિસ્તપ્રિય અને મહેનતુ હોય છે. તેઓ મંગળ ગ્રહથી પ્રભાવિત છે, તેથી તેમનામાં મુશ્કેલીઓ સાથે લડવાની હામ હોય છે. આ લોકો ન્યાયમાં માનનારા અને પોતાના પર નિર્ભર હોય છે. તેમની ઉંમર અંદાજે 74 વર્ષ માનવામાં આવે છે, પરંતુ બીજા અને 22 વર્ષમાં અકસ્માતનું જોખમ રહેલું છે.
બુધવાર
બુધવારે જન્મેલા લોકો બુદ્ધિશાળી અને વાણીમાં પાવરધા હોય છે. બુધ ગ્રહના પ્રભાવને કારણે વાણી અને વિચારનો સંગમ થાય છે. આ લોકો તર્કસંગત હોય છે અને મુશ્કેલીમાંથી ઝડપથી બહાર નીકળી જાય છે. જોકે તેમની ઉંમર પ્રમાણમાં થોડી ઓછી એટલે કે 64 વર્ષ હોવાનું માનવામાં આવે છે. જન્મના 8મા મહિનામાં અને 8મા વર્ષે તેમને કોઈ મોટા પડકારનો સામનો કરવો પડે તેવું બની શકે.
ગુરુવાર
ગુરુવારે જન્મેલા લોકો મહત્વાકાંક્ષી, ગંભીર અને એકાગ્રતાવાળા હોય છે. તેઓ આયોજનબદ્ધ કામ કરે છે અને પૈસા કમાવવાની તેમની આવડત તેમને આર્થિક રીતે સદ્ધર બનાવે છે. તેમની ઉંમર 85 વર્ષ માનવામાં આવે છે, પરંતુ 5મા, 14મા, 18મા અને 31મા વર્ષમાં મુશ્કેલી શક્ય છે. આ વારે જન્મેલા લોકોએ આરોગ્ય મામલે ચેતીને રહેવા જેવું છે.
શુક્રવાર
શુક્રવારે જન્મેલા લોકો સંયમી અને કલા પ્રેમી હોય છે. આ લોકો મનોરંજન પર વધુ ખર્ચ કરે છેઅને 20 અને 24 વર્ષની ઉંમરે મુશ્કેલી શક્ય છે.. ભૌતિક સુખસુવિધાઓ તેમને ગમે છે અને ખર્ચ અને આવકના હિસાબમા કાચા હોવાથી પૈસાની તંગીમાં રહે છે. જોકે તેમનું આયખુ 60 વર્ષ સુધીનું હોય તેમ માનવામાં આવે છે.
શનિવાર
શનિવારે જન્મેલા લોકો મહેનતુ હોય છે, પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો સતત કરતા રહે છે. પ્રારંભિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં સુખી જીવન જીવે છે. શતાયુ ભવઃ તેમન ફળે છે. તેઓ સરેરાશ 100 વર્ષ કે તેની આસપાસનું આયુષ્ય ધરાવે છે. પરંતુ 20મા, 25મા અને 45મા વર્ષે મુશ્કેલી શક્ય છે. આ લોકોએ આર્થિક રીતે ટકવામાં સંઘર્ષ કરવો પડે છે.
રવિવાર
રવિવારે જન્મેલા લોકો તેજસ્વી, નમ્ર અને લાંબો વિચાર કરનારા હોય છે. સૂર્યના પ્રભાવને કારણે આ લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. તેઓ સારા વક્તાની સાથે શ્રોતા પણ હોય છે. જો આપણે ઉંમર વિશે વાત કરીએ તો જ્યોતિષીય ગણતરી મુજબ તેમની લઘુત્તમ ઉંમર 65 વર્ષ છે, પરંતુ 6ઠ્ઠા, 13મા અને 22મા વર્ષમાં તેમને કેટલીક તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
વિશેષ નોંધઃ આ માહિતી પ્રાથમિક અને અહેવાલો આધારિત છે. વિશેનો કોઈપણ પ્રશ્ન તમને મુંઝવતો હોય તો તમારા નિષ્ણાતને પૂછવો.