YouTube કરશે કમાલઃ હવે એકદમ જૂના વીડિયો પણ તમે એચડી ક્વોલિટીના જોઈ શકશો | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

YouTube કરશે કમાલઃ હવે એકદમ જૂના વીડિયો પણ તમે એચડી ક્વોલિટીના જોઈ શકશો

મનગમતું જૂનું ગીત કે કોઈ નેતા કે ચિંતકની સ્પીચ યુ ટ્યૂબ પર અવેલેબલ તો હોય છે, પરંતુ તે વીડિયોની ક્વોલિટી તમને જોઈએ તેવી હોતી નથી. દસકાઓ જૂના વીડિયો તે સમયની ટેકનોલોજી પ્રમાણે બન્યા હોવાથી તેને સાચવવા ખૂબ જ અઘરા છે.

વીડિયોને સુપર રિઝોલ્યુશનવાળા બનાવવા માટે યુ ટ્યૂબ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેશે અને જૂના વીડિયોને એચડી ક્વોલિટીવાળા બનાવી તમારી સામે રજૂ કરશે. આ એ-આઈ પાવર્ડ અપસ્કેલિંગ ટૂલ સાથેનું નવું ફીચર યુ ટ્યૂબ લોંચ કરવાનું છે અને આ સૌથી મોટું ફીચર હોય તેમ નિષ્ણાતોનું માનવાનું છે.

સુપર રિઝોલ્યુશન ફીચરઃ

AI રોજ નવી નવી ટેકનોલોજી ઓફર કરી રહ્યું છે, જેનો લાભ દરેક ક્ષેત્રમાં મળી રહ્યો છે. યુ ટ્યૂબે આ માટે ખાસ મોડેલ ડિઝાઈન કર્યું છે. આ મોડેલ રિકગ્નેશન એલ્ગોરિધમનો ઉપયોગ કરી ઈમેજ અને વીડિયોની ડિટેલ્સને ઈન્હેન્સ કરી શકે છે.
આ સુવિધા સાથે, YouTube પરના બધા વિડિઓઝને અપસ્કેલ કરી શકાય છે. ટીવી જેવી મોટી સ્ક્રીન પર પણ આ ફેરફરા લોકોને ખબર પડશે અને જોવાની મજા આવશે. આ સુવિધા 1080p કરતા ઓછા રિઝોલ્યુશન પર અપલોડ કરાયેલા વિડિઓઝ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. HD વિડિઓઝને અપસ્કેલ કરવાનું કામ પણ થશે.

આ ફેરફાર પણ થશે

YouTube પર જુગાર અને હિંસક ગેમિંગ સામગ્રી અંગેના નિયમો કડક બનાવવા માટે તૈયાર છે. સૌથી લોકપ્રિય એવા આ પ્લેટફોર્મે જણાવ્યું હતું કે 17 નવેમ્બરથી, તે NFTs જેવા ડિજિટલ ગૂડ્સ સાથેના જુગાર દર્શાવતા વિડિઓઝને બંધ કરશે કેસિનો જેવા કે પછી અન્ય હિંસક અને જેમાં પૈસા ઈન્વોલ્વ હોય તેવા ફીચર્સને યુઝ કરવા પર વયમર્યાદાનો નિયમ લાવશે, જેથી નાના બાળકો અથવા કિશોરવયના નાસમજ તેનો ઉપયોગ કરે નહીં.

આપણ વાંચો:  નવેમ્બર 2025થી બદલાઈ રહ્યા છે આ મહત્ત્વના નિયમો: બૅન્ક નોમિની, SBI ચાર્જિસ અને LPGના ભાવમાં થશે ફેરફાર

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button