સ્પેશિયલ ફિચર્સ

ખાટું થઈ ગયેલું દહીં હવે ફેંકી દેવું નહીં પડે: આ 5 ટિપ્સ દૂર થશે ખટાશ…

Yogurt sourness remove tips: દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. દૂધમાંથી દહીં, છાશ, ઘી અને માખણ જેવી વસ્તુઓ પણ બને છે. ગૃહિણીઓ આ તમામ વસ્તુઓને ઘરે જ તૈયાર કરે છે. પરંતુ ઘરે બનાવેલું દહીં ઘણીવાર વધારે ખટાશ પકડી લેતું હોય છે.

જે ખાવામાં કે રસોઈમાં ઉપયોગ કરવા યોગ્ય હોતું નથી. જેથી દહીંને ફેંકી દેવું પડે છે. પરંતુ હવે ખાટું થઈ ગયેલું દહીં ફેંકી દેવું પડશે નહી. અહીં અમે દહીંની ખટાશ દૂર કરવાની કેટલીક અગત્યની ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

ઘરેલું વસ્તુઓ દૂર કરશે દહીંની ખટાશ
દહીંની ખટાશ દૂર કરવાનો ઉપાય તમારા રસોડામાં છૂપાયેલો છે. તમે દહીંમાં ફળોના નાના ટુકડા તથા ખાંડ ભેળવીને ખાઈ શકો છે. આવું કરવાથી દહીં સ્વાદિસ્ટ બની જશે અને તેની ખટાશ પણ દૂર થઈ જશે. તમે ખટાશ દૂર કરવા માટે ગોળ તથા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો.

જો દહીં ખાટું છે કે, તેમાં થોડું દૂધ મિક્સ કરી શકો છો. તેનાથી દહીંની ખટાશ ઘટશે. દહીં વધારે ક્રીમી લાગશે. તમે ઈચ્છો તો દહીંમાં થોડી ક્રીમ ભેળવીને પણ ખાઈ શકો છો.

જો દહીં બહુ વધારે ખાટું ન હોય તો તેને ફ્રિજમાં મૂકી દો. ઠંડુ પડ્યા પછી દહીંની ખટાશ વધારે ઓછી થઈ જશે. આ સિવાય દહીંની ખટાશ ઓછી કરવા માટે તેને રવઈ વડે વલોવીને થોડું પાતળું કરી દો.

આ ઉપરાંત જો દહીં વધારે ખાટું થઈ ગયું છે તો તેને કપડાંમાં રાખીને થોડીવાર માટે લટકાવી દો. તેનાથી દહીંમાં રહેલું ખાટું પાણી નીકળી જશે. સાથોસાથ દહીં વધારે ક્રીમી થઈ જશે. જો દહીંમાંથી પાણી છૂટું પડી ગયું છે તે તેને સરળતાથી કાઢી શકાય છે.

આ પણ વાંચો…જમ્યા પછી દહીં ખાવાના ફાયદા જાણો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button