દુનિયાનું સૌથી મોંઘું પાણી, કિંમત એટલી કે સાંભળીને ઉડી જશે હોંશ…

જળ એ જીવન છે અને આપણા માટે જીવન માટે પાણી ખૂબ જ જરૂરી છે. પાણી કુદરતની સૌથી મોટી દેણ છે. દિવસે દિવસે વધી રહેલાં પ્રદૂષણને કારણે અમુક લોકોને શુદ્ધ પીવાનું પાણી પણ નસીબ નથી થતું.
જો તમને કોઈ પૂછે કે દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘુ પાણી કયું છે તો ચોક્કસ જ તમારો જવાબ હશે કે ભાઈ બોટલ બંધ પાણીની વાત કરીએ તો બિસલેરીની એક લિટરની બોટલ વધુમાં વધુ 20 રૂપિયા અને બીજા મિનરલ્સથી ભરપૂર પાણીના બોટલની વાત કરીએ તો તે વધુને વધુ 100 રૂપિયા એક લિટર, બરાબર ને? ચાલો આજે અમે અહીં તમને દુનિયાના સૌથી મોંઘા પાણી વિશે જણાવીએ, જેની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે…

વાત કરીએ દુનિયાના સૌથી મોંઘા પાણીની તો તે છે એક્વા ડી ક્રિસ્ટાલો ટ્રિબ્યુટ એ મોડિગ્લિઆની છે. આ પાણીની 750 મિલીની બોટલની કિંમત છે 60,000 ડોલર એટલે કે આશરે 50 લાખ રૂપિયા. આ કોઈ સામાન્ય મિનરલ વોટર નથી. આ પાણીની બોટલ દુનિયાના જાણીતા બોટલ ડિઝાઈનર ફર્નાન્ડો અલ્ટામિરાનો દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. જે ઈટાલિયલ કલાકાર અમાન્ડિયો ક્લેમેન્ટે મોડિગ્લિઆનીને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવી હતી.
વાત કરીએ પાણીની બોટલ આટલી મોંઘી કેમ છે એની તો આ બોટલને 24 કેરેટ ગોલ્ડથી બનાવવામાં આવે છે. આ પાણીની બોટલ પાણીની બોટલની સાથે સાથે કળાનો એક અમમૂન નમૂનો પણ છે. બોટલમાં આવતું પાણી ત્રણ અનોખા સ્રોતમાંથી આવે છે, જેમાં ફિજી, ફ્રાન્સના કુદરતી ઝરણા અને આઈસલેન્ડના ગ્લેશિયરનો સમાવેશ થાય છે. આ પાણીને ખૂબ જ ખાસ અને શુદ્ધ માનવામાં આવે છે. આ સિવાય આ પાણીમાં 24 કેરેટ સોનાની રાખ મિક્સ કરવામાં આવે છે.
આ લક્ઝુરિયસ બ્રાન્ડ દ્વારા બીજી પણ પાણીની બોટલ્સ વેચવામાં આવે છે અને સૌથી સસ્તી બોટલની કિંમત આશરે 21,355 રૂપિયા છે. પાણીની બોટલની આટલી ઉંચી કિંમતો એ વાતનો સંકેત આપે છે કે કઈ રીતે એક જીવનજરૂરિયાતની વસ્તુ લક્ઝરી બની રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દેશના ઉદ્યોગપતિ પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારના લેડી બોસ એવા નીતા અંબાણી પણ આ બ્રાન્ડનું પાણી જ પીવાનું પસંદ કરે છે, પરંતુ તેની ચોક્કસ કોઈ માહિતી મળી શકી નહોતી.
આ પણ વાંચો…યુરોપના આ દેશમાં ભારતીયોને માત્ર 21,733 રૂપિયામાં મળી રહી છે પરમેનન્ટ રેસિડેન્સી, જાણો વિગત