સ્પેશિયલ ફિચર્સ

ચોંકી જશો! દુનિયાનું સૌથી મોંઘું ‘સોનાનું ટોઈલેટ’, કિંમત જાણીને પગ તળેથી ખસી જશે જમીન…

હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? 83 કરોડ રૂપિયાની ટોઈલેટ સીટ એવું તે શું ખાસ છે? તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનું આ સૌથી કિંમતી ટોઈલેટ નીલામી માટે તૈયાર છે અને તેની નીલામી ન્યૂયોર્કમાં થશે. ચાલો તમને જણાવીએ કે આખરે કેમ છે આ ટોઈલેટ ખાસ અને શું છે તેની આટલી વધારે કિંમતનું કારણ? પરંતુ એ જાણવા માટે તમારે આખી સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.

રૂપિયા 83 કરોડની કિંમતના આ ટોઈલેટની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ટોઈલેટમાં કરવામાં આવે છે. આ ટોઈલેટનું નામ અમેરિકા છે અને તે કોઈ સામાન્ય ટોઈલેટ નથી, પણ તેને સોનામાંથી બનાવવામાં આવ્યું છે. જાણીતા ઈટાલિયન કલાકાર મોરિજિયો કેટેલને આ ટોઈલેટ ડિઝાઈન કર્યું છે. આ એ જ કલાકાર છે કે જેમણે કેળાને દિવાલ પર ચિપકાવીને કોમેડિયન (Comedian) નામથી વેચ્યું હતું, જેની કિંમત 62 મિલિયન ડોલર હતી. આ ઉપરાંત તેમણે એડોલ્ફ હિટલરની ઘૂંટણિયા ટેકતી મૂર્તિ 2016માં બનાવી હતી, જે લીલામીમાં 172 લાખ ડોલરમાં વેચાઈ હતી.

ખેર, વાત કરીએ ઈટાલિયન કલાકાર મોરિજિયો કેટેલનેની નવી કલાકૃતિ અમેરિકાની તો 10 મિલિયન ડોલર એટલે કે આશરે 83 કરોડ રૂપિયાની કિંમતની ટોઈલેટ સીટ 18મી નવેમ્બરના ન્યૂયોર્કમાં આવેલા સોથબી ઓક્શન હાઉસમાં થશે. આ ટોઈલેટ બનાવવા માટે 101.2 કિલોગ્રામ એટલે કે આસરે 223 પાઉન્ડથી વધારે સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની વર્તમાનમાં કિંમત 10 મિલિયન ડોલર જેટલી છે.

કેટલેને પોતાની કલાકૃતિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ ટોઈલેટનું નામ અમેરિકા છે. કેટેલેને 2016મા અમેરિકા નામથી બે ટોઈલેટ બનાવ્યા હતા, જેમાંથી એક 2017થી એક અનામ સંગ્રહકર્તા પાસે છે. બીજી એડિશનને 2016માં ન્યૂયોર્કના ગુગેનહાઈમ સંગ્રહાલયના એક બાથરૂમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે 1,00,000થી વધુ દર્શકો આવ્યા હતા.

અમેરિકા 18મી નવેમ્બરથી લિલામી સુધી સોથબી માટે એક ન્યૂયોર્ક હેડક્વાર્ટર, બ્રેઉર બિલ્ડિંગમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ એક બાથરૂમ હશે, અને લોકો તેને નજીકથી જોઈ જ શકશે ગુગેનહાઈમ અને બ્લેનહાઈમ પેલેસમાં શૌચાલય જ્યારે પ્લબિંગ સિસ્ટમ સાથે કનેક્ટેડ હતું, ત્યારે લોકો તેનો ઉપયોગ કરવા માટે 3 મિનિટનો સમય બૂક કરી શકતાં હતા. પરંતુ આ વખતે લોકો તેનો ઉપયોગ નહીં કરી શકે, તેઓ આ ટોઈલેટને જોઈ તો શકશે, પણ તેનો ઉપયોગ નહીં કરી શકે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button