મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

World’s Most Expensive Car: ખરીદવા માટે Ambani-Adaniએ 10 વર્ષ સાથે કામ કરવું પડશે…

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? આખરે એવી તે કઈ કાર છે કે જે ખરીદવા માટે દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાં જેનવી ગણતરી થાય છે એવા બે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી (Gautam Adani)ને પણ વિચાર કરવો પડે એમ છે? એટલું જ નહીં જો આ કાર ખરીદવા માટે અદાણી અને અંબાણી સાથે મળીને 10 વર્ષ કામ કરશે તો પણ પૈસા થોડા ઓછા પડે એમ છે. ચાલો તમને જણાવીએ આ કાર વિશે અને તેની કિંમત વિશે…

દુનિયામાં એકથી ચઢિયાતી એક લક્ઝરી કામ છે અને કેટલીક કારની કિંમત લોકોની બજેટમાં હોય છે તો કેટલીક બજેટની બહાર. આવી જ એક કાર છે રોલ્સ રોયસ લા રોજ નોયર ડ્રોપટેલ (Rolls-Royce La Rose Noire Droptail) છે, જેની ગણતરી દુનિયાની સૌથી મોંઘી કારમાં કરવામાં આવે છે. આ કારની કિંમત એટલી વધારે છે કે દેશના બે ટોપ મોસ્ટ ધનવાન ઉદ્યોગપતિ અંબાણી અને અદાણીની વર્ષોનો પગાર પણ ઓછો પડે.

આ પણ વાંચો: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી વડોદરાના યુવકે આપી હતી,મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

ફોર્બ્સના રિપોર્ટની વાત કરીએ તો આ કારની કિંમત 250 કરોડ રૂપિયા છે. આ કારને ઓગસ્ટ, 2023માં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. જો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પગારની વાત કરીએ તો કોરોના કાળથી તેઓ 15 કરોડ રૂપિયા વાર્ષિક પગાર લે છે. જ્યારે અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની 2023-24નો વાર્ષિક પગાર 9 કરોડ રૂપિયા છે. આજના સમયમાં અદાણી અને અંબાણી બંનેનો પગાર 24 કરોડ રૂપિયા થાય છે. જો બંનેના પગાર ભેગા કરીએ તો પણણ કારની કિંમત 10 ગણી વધારે છે.

કિંમત વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કારની ખાસિયત વિશે તો રોલ્સ રોયસની આ કારમાં બે જ જણ બેસી શકે છે. કારમાં ટ્વીન ટર્બો 6.75 લીટર, વી-12 એન્જિન લગાવવામાં આવ્યું છે. આ સાથે કારની બોડીને કાર્બન, સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનાવવામાં આવી છે.

રોલ્સ રોયની આ કારની ખાસ વાત તો એ છે કે આ કારને અલગ અલગ એંગલથી જોઈએ તો બોડીમાં રંગોનું એક અલગ ટ્રાન્ઝિશન જોવા મળે છે. આ કારના બોડી પેન્ટને 150 ટેસ્ટ લીધા બાદ પસંદ કરવામાં આવ્યું છે. આ લક્ઝરી કારની ડિઝાઈન બ્લેક બેકારા રોઝની પાંખડીઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button