સ્વામી વિવેકાનંદે શિકાગોમાં કરેલું ઐતિહાસિક ભાષણ, સભા તાળીઓથી ગાજી ઉઠેલી | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

સ્વામી વિવેકાનંદે શિકાગોમાં કરેલું ઐતિહાસિક ભાષણ, સભા તાળીઓથી ગાજી ઉઠેલી

સ્વામી વિવેકાનંદને ભારતની સ્વપ્નદ્રષ્ટા માનવામાં આવે છે. તેમણે એક ઉજ્જળ ભારતની કલ્પના કરી હતી. હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે સ્વામી વિવેકાનંદ તારીખ 11મી સપ્ટેમ્બર 1893માં શિકાગો (World’s Parliament of Religions in 1893, Chicago) યોજાયે વિશ્વ ધર્મ પરિષદમાં ગયા હતા.

આ વખતે સ્વામી વિવેકાનંદે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જેની અત્યારે પણ ખૂબ જ ચર્ચા થાય છે એટલું જ નહીં પરંતુ તે વાતો અત્યારે યુવાનો માટે પ્રેરણાદાયી છે. આ રહ્યું સ્વામી વિવેકાનંદે આપેલું ઐતિહાસિક ભાષણ…

અમેરિકાના બહેનો અને ભાઈઓ! તમે આપેલા હાર્દિક અને આત્મીય સ્વાગતથી મારૂ હ્રદય અપાર આનંદથી ઉભરાઈ ગયું છે. જગતના અતિ પ્રાચીન ઋષિ મુનિઓ વતી હું તમારો આભાર માનું છું. સર્વ ધર્મોની જનની વતી હું તમારો આભાર માનું છું, અને હું સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના કરોડો કરોડો હિંદુઓ વતી તમારો આભાર વ્યક્ત કરૂં છું.

આપણ વાંચો: ભારત પાસે 131 વર્ષ બાદ સ્વામી વિવેકાનંદના ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો મોકો, જાણો વિગત

આ મંચ પર ઉપસ્થિત તે વક્તાઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું, જેમણે પૂર્વના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરીને તમને જણાવ્યું કે દૂરના દેશોમાંથી આવેલા આ લોકો વિવિધ દેશોમાં સહિષ્ણુતાના વિચારને ફેલાવવાનું સન્માન મેળવી શકે છે. મને એવા ધર્મના સભ્ય હોવાનો ગર્વ છે જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિ, બંને શિખામણ આપી છે.

અમે માત્ર સાર્વભૌમિક સહિષ્મુતામાં જ વિશ્વાન થી કરતા પરંતુ દરેક ધર્મો સત્ય છે તેવું માનીએ પણ છીએ. મને એવા દેશનો નાગરિક હોવાનો ગર્વે છે જેણે પૃથ્વી પરના દરેક ધર્મો અને દરેક દેશોના પીડિતો અને શરણાર્થીઓને શરણ આપી છે.

મને તમને જણાવતા ગર્વ થાય છે કે, અમે અમારા હૃદયમાં સૌથી શુદ્ધ ઇઝરાયલીઓની યાદો છે જેઓ દક્ષિણ ભારતમાં આવ્યા અને તે જ વર્ષે આપણી પાસે આશ્રય લીધો જ્યારે રોમન અત્યાચારીઓએ તેમના પવિત્ર મંદિરોના ટુકડે ટુકડા કરી દીધી હતી.

આપણ વાંચો: રાષ્ટ્રીય યુવા દિન યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ

મને ગર્વ છે કે હું એવા ધર્મનો છું જેણે ભવ્ય ઝોરોસ્ટ્રિયન રાષ્ટ્રના અવશેષોને આશ્રય આપ્યો છે અને હજુ પણ તેનું પાલન-પોષણ કરી રહ્યો છે.

ભાઈઓ, હું તમને એક સ્તોત્રમાંથી કેટલીક પંક્તિઓ સંભળાવીશ જે મને મારા બાળપણથી યાદ છે, જેને લાખો માનવો દરરોજ પુનરાવર્તિત કરે છે, ‘જેવી રીતે વિવિધ માર્ગોથી નીળકતા વિવિધ પ્રવાહો, જેને માણસ વિભિન્ન પ્રવૃત્તિઓના માધ્યમથી અપનાવે છે. પછી ભલે તે વિવિધ દેખાય, વાંકા કે સીધા, બધા તમારા તરફ દોરી જાય છે.”

रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम्।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥ ( શિવમહિમ્નસ્તોત્ર 7મો શ્લોક)

આજની આ સભા અત્યાર સુધીની સૌથી પવિત્ર સભાઓમાંની એક છે. આ સભા પોતે જ ગીતામાં ઉપદેશિત અદ્ભુત સિદ્ધાંતની દુનિયાને પુષ્ટિ, ઘોષણા છે, ‘જે કોઈ મારી પાસે આવે છે, ગમે તે સ્વરૂપમાં હોય, હું તેની પાસે પહોંચું છું; બધા માણસો એવા માર્ગો પર સંઘર્ષ કરી રહ્યા છે જે અંતે મારી પાસે લઈ જાય છે’.

આપણ વાંચો: Vivekanandને યુવાનોમાં હતો વિશ્વાસ, મને સ્વામીજીની વાતો પરઃ PM Modiએ યુવાનો અંગે કરી મોટી વાત

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः।। (શ્રીમદ્ ભગવદ ગીતાનો ચોથો અધ્યાય, 11મો શ્લોક)

સંપ્રદાયવાદ, કટ્ટરતા અને તેમના ભયાનક વંશજ, ધાર્મિક કટ્ટરતાને લાંભા સમય સુધી આ સુંદર પૃથ્વી પર કબ્જો જમાવી રહ્યો હતો. તેમણે આ ધરતી પર હિંચા મચાવી હતી. તે લોકોએ વારંવાર માનવ લોહી વહાવ્યું છે, સભ્યતાઓનો વિનાશ કર્યો છે અને આખામાં આખા દેશને નિરાશામયમાં ધકેલી દીધા હતાં.

જો તે ભયાનક રાક્ષસો ના હોત તો માનવ સમાજે આજની તુલનાઓ ખૂબ જ વધારે પ્રગતી કરી હોત. પરંતુ હવે તેમનો સમય આવી ગયો છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ પરિષદના સન્માનમાં આજે સવારે વાગનાર ઘંટડી બધી કટ્ટરતા, તલવાર કે કલમ દ્વારા થતા તમામ અત્યાચાર અને એક જ ધ્યેય તરફ પ્રયત્નશીલ માણસો વચ્ચેની બધી ક્રૂર લાગણીઓની છેલ્લી ક્ષણ હશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button