નેશનલસ્પેશિયલ ફિચર્સ

મધ્ય પ્રદેશમાં મહિલાએ 3 સાપોલિયાંને આપ્યો જન્મ ? ડોક્ટરે શું કહ્યું ?

ભારતમાં અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે, જેનાથી વૈજ્ઞાનિક અને અંધશ્રદ્ધાઓના દ્વંદ્વ છેડાય જાય છે. એવો જ એક કિસ્સો મધ્યપ્રદેશથી સામે આવ્યો છે. રાજ્યના છતરપુર જિલ્લાના મઉ મસાનિયા ગામની એક મહિલાએ દાવો કર્યો છે કે તેણે ત્રણ સાપના બચ્ચાને જન્મ આપ્યો અને તેને જોનારનું મૃત્યુ થશે.

આ સમાચારના વાયરલ થતાની સાથે ગામના ભીડ એકઠી થઈ ગઈ હતી. જોકે, ડોક્ટરોએ આ દાવાને વૈજ્ઞાનિક રીતે અશક્ય ગણાવ્યો અને તેનું વાસ્તવિક કારણ સમજાવ્યું હતું.

આપણ વાંચો: સંતાન ન થવું, ગરીબી, બિમારી જેવા કારણોને લીધે સ્ત્રીઓ બને છે અંધશ્રદ્ધાનો ભોગ:સર્વેમાં ચોંકાવનારો ખુલાસો!

સૂત્રોની જાણકારી પ્રમાણે છતરપુરના ગામમાં રહેતી રિંકી અહિરવાર નામની મહિલાને અચાનક પેટમાં તીવ્ર દુખાવો થયો. તેના શરીરમાંથી કાળા સાપના સપોલા જેવી દેખાતી વસ્તુ બહાર નીકળી.

આ જોઈને ડરેલા પરિવારજનો તેને તાત્કાલિક રાજનગર આરોગ્ય કેન્દ્ર લઈ ગયા, જ્યાંથી તેને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી. આ ઘટનાએ ગામમાં અફવાઓનું જોર પકડ્યું, અને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું કે મહિલાએ ખરેખર સાપને જન્મ આપ્યો છે કે નહીં.

જ્યારે મીડિયા અહેવાલો પ્રમાણે રિંકીની સારવાર કરનાર બીએમઓ ડો. અવધેશ ચતુર્વેદીએ આ ઘટના પાછળનું વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું. તેમના જણાવ્યા અનુસાર, મહિલાને તાજેતરમાં માસિક ચક્ર થયું હતું, જે દરમિયાન લોહીના ગઠ્ઠા (બ્લડ ક્લોટ્સ) જામી ગયા હતા.

આપણ વાંચો: ભાત ભાત કે લોગ: ઈશ્વરમાં નથી માનતા એવા લોકોય ભૂતમાં માને છે!

આ ગઠ્ઠા લાંબા અને ધાગા જેવા દેખાતા હતા, જે બહાર નીકળ્યા બાદ થોડીવારમાં ઓગળી ગયા. ડોક્ટરે સ્પષ્ટ કર્યું કે જૈવિક રીતે મનુષ્યનું સાપને જન્મ આપવું અશક્ય છે, અને આ ઘટના માત્ર શારીરિક પ્રક્રિયાનું પરિણામ હતું.

આ મામલે મનોવૈજ્ઞાનિક નિષ્ણાંતે પ્રમાણે ગામડાઓમાં આવી અફવાઓ ફેલાવી સામાન્ય છે. તેમણે કહ્યું કે મનુષ્ય અને સાપનું ડીએનએ સંપૂર્ણપણે અલગ હોય છે, જેના કારણે આવું થવું કુદરતી કે કૃત્રિમ રીતે પણ શક્ય નથી.

આવા દાવાઓ પાછળ માનસિક તણાવ, ભ્રમ કે સામાજિક દબાણ જેવાં કારણો હોઈ શકે છે. ડોક્ટરે લોકોને અફવાઓથી બચવા અને વૈજ્ઞાનિક માહિતી પર ભરોસો રાખવાની સલાહ આપી.

જ્યારે નિષ્ણાંત ડોક્ટરોના મતે માસિક ચક્ર દરમિયાન લોહીના ગઠ્ઠા બનવા એ સામાન્ય બાબત છે. ખાસ કરીને, વધુ પડતા રક્તસ્ત્રાવ કે હોર્મોનલ ફેરફારોને કારણે આ ગઠ્ઠા લાંબા અને લજલજા દેખાઈ શકે છે.

આવા ગઠ્ઠાનું કદ નાનું કે મોટું હોઈ શકે છે, જે શરીરની સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. કેટલીક શારીરિક સ્થિતિઓમાં આવા ગઠ્ઠા અલગ-અલગ દેખાઈ શકે છે, પરંતુ તે સાપના બચ્ચાં હોવાનો દાવો તદ્દન ખોટો છે. લોકોને આવી ઘટનાઓમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને અફવાઓથી દૂર રહેવું જોઈએ.

ડિસ્ક્લેમર: આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. આની સચ્ચાઈ, ચોકસાઈ કે અસરની જવાબદારી લેવામાં આવતી નથી. આ કોઈ દવા કે સારવારનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button