શિયાળામાં ત્વચાની રાખશે આટલી સંભાળ: ડ્રાય સ્કિનની સમસ્યા નહીં કરે પરેશાન...
સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં ત્વચાની રાખશે આટલી સંભાળ: ડ્રાય સ્કિનની સમસ્યા નહીં કરે પરેશાન…

Winter Skin Care Tips: દેશમાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે. શિયાળાની ઠંડી ત્વચાની અનેક સમસ્યાઓ ઊભી કરે છે. શિયાળામાં મોટાભાગના લોકોને શુષ્ક ત્વચા (Dry Skin)ની સમસ્યા સતાવે છે. ત્વચામાં ભેજ પાછો મેળવવા માટે લોકો વિવિધ પદ્ધતિઓ અજમાવે છે, તેમ છતાં શુષ્કતા દૂર થતી નથી. ઠંડી હવા, ઘરની અંદર હીટરનો ઉપયોગ, લાંબા અને ગરમ પાણીના સ્નાન તેમજ કઠોર સાબુના ઉપયોગના કારણે શિયાળામાં ત્વચા સૂકાઈ જાય છે. જોકે, આ ઉપરાંત તમારો આહાર પણ ત્વચા પર સીધી અસર કરે છે. શિયાળામાં ત્વચાને શુષ્ક થતી બચાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો પણ કરી શકાય છે. આવો આ ઉપાયો વિશે જાણીએ.

ત્વચાની સંભાળ માટેની 4 સરળ ટિપ્સ

શિયાળામાં મુખ્યત્વે વિટામિન A, C અને Eની ઉણપ શુષ્ક ત્વચાનું કારણ બની શકે છે. આ ઉણપને દૂર કરવા માટે નીચેના પોષક તત્વોથી ભરપૂર આહાર લેવો જરૂરી છે. વિટામિન Aની કમી દૂર કરવા માટે તમે ગાજર, શક્કરીયા, ઇંડા ખાઈ શકો છો. વિટામિન Cની કમી દૂર કરવા માટે તમે સંતરા, લીંબુ જેવા સાઇટ્રસ ફળોના રસનું સેવન કરી શકો છો. વિટામિન Eની કમી દૂર કરવા માટે તમે બદામ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈ શકો છો.

શિયાળામાં આપણને ઓછી તરસ લાગે છે, જેના કારણે ડિહાઇડ્રેશન થાય છે. ત્વચાને આંતરિક રીતે હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્નાન કર્યા પછી અને સૂતા પહેલા તમારી ત્વચા પર નિયમિતપણે મોઇશ્ચરાઇઝર લગાવો. તલનું તેલ અને નાળિયેર તેલ જેવા કુદરતી તેલ ત્વચાને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. ગ્લિસરીન ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ કરો, જે ત્વચાના અવરોધ (સ્કિન બેરિયર) ને સુધારીને ભેજ જાળવવામાં મદદ કરે છે. એવા ક્લીંઝરનો ઉપયોગ કરો જે ત્વચાના કુદરતી ભેજને છીનવી ન લે.

શિયાળામાં વિટામિન D ની ઉણપ દૂર કરવા માટે, દરરોજ સવારે લગભગ 15-30 મિનિટ સૂર્યપ્રકાશમાં રહો. આ સમય સૂર્ય સૌથી વધુ ફાયદાકારક હોય છે. સનબાથ કરતી વખતે, સનસ્ક્રીન ન લગાવો અને મહત્તમ ત્વચા (જેમ કે ગરદન, ખભા, છાતી) ને સીધા સૂર્યપ્રકાશમાં ખુલ્લી રાખો.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button