શિયાળામાં કયા રંગના કપડાં પહેરવા જોઈએ? જાણી લેશો તો ઠંડી સ્પર્શી પણ નહીં શકે…

શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે હંમેશા એવા કપડાંની શોધમાં હોઈએ છીએ જે આપણને વધુમાં વધુ હૂંફ આપી શકે. સામાન્ય રીતે આપણે કાપડ પર ધ્યાન આપીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે કપડાંનો રંગ પણ તમારા શરીરના તાપમાનને જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે?
શિયાળામાં યોગ્ય રંગના કપડાંની પસંદગી તમને સ્ટાઇલિસ્ટ તો બનાવે જ પણ એની સાથે સાથે ઠંડી સામે રક્ષણ આપવાનું કામ પણ કરે છે. આવું કેમ એની વાત કરીએ તો આનીપાછળ મુખ્યત્વે ‘થર્મલ રેડિયેશન’નું વિજ્ઞાન કામ કરે છે.
ડાર્ક કલરના કપડાં કેમ છે શિયાળા માટે બેસ્ટ?
શિયાળામાં કાળો, મરૂન, નેવી બ્લુ, ડાર્ક ગ્રીન અને ભૂરો જેવા ઘેરા રંગો પહેરવા સૌથી વધુ ફાયદાકારક છે. સાયન્ટિફિક રિઝનની વાત કરીએ તો ડાર્ક રંગો સૂર્યના કિરણો અને ગરમીને વધુ પ્રમાણમાં શોષી લે છે. જ્યારે તમે તડકામાં ઉભા રહો છો, ત્યારે આ રંગો સૂર્યની ઉર્જાને પકડી રાખે છે અને તમારા શરીરને કુદરતી રીતે ગરમ રાખે છે. બ્લેક કલર ગરમીને સૌથી વધારે શોષી લે છે અને શિયાળા માટે આ કલર પર્ફેક્ટ ગણાય છે.

શિયાળામાં લાઈટ કલર કેમ ના પહેરવા જોઈએ?
સફેદ, આછો ગુલાબી, ક્રીમ કે સ્કાય બ્લુ જેવા લાઈટ કલર શિયાળામાં ઓછી હૂંફ આપે છે અને આ માટે વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. લાઈટ કલર રંગો સૂર્યના કિરણોને શોષવાને બદલે તેને પાછા ફેંકે છે. આ કારણે ગરમી કપડાંમાં ટકી શકતી નથી અને તમને વધુ ઠંડી લાગી શકે છે. તેથી જ ઉનાળામાં લાઈટ અને શિયાળામાં ડાર્ક કલર પહેરવાની ભલામણ કરવામાં આવે છે.
કલરની સાથે સાથે ફેબ્રિકની ચોઈસ છે મહત્ત્વની
જોકે, શિયાળામાં કપડાંનો કલર જ તમને ઠંડીથી બચાવે છે તો એવું નથી. કલરની સાથે સાથે ફેબ્રિક પણ ઠંડી સામે રક્ષણ આપવામાં એટલો મહત્ત્વનો ભાગ ભજવે છે. શિયાળામાં વૂલન્સના કપડાં ફ્લીસ અને થર્મલ ફેબ્રિક શરીરની કુદરતી ગરમીને બહાર નીકળતી અટકાવે છે. જો તમે ડાર્ક રંગના ઊની કપડાં પહેરો છો, તો તમને ડબલ ફાયદો મળે છે. ડાર્ક રંગ સૂર્યમાંથી ગરમી શોષે છે અને ઊન તે ગરમીને શરીરની નજીક જાળવી રાખે છે.
શિયાળામાં આ રંગો પહેરવાનું રાખો-
કાળો: ગરમાવો મેળવવા માટે.
નેવી બ્લુ અને મરૂન: પ્રોફેશનલ લુક અને ગરમી બંને માટે.
ડાર્ક ગ્રે અને બોટલ ગ્રીન: ફેશનેબલ દેખાવા સાથે ઠંડીથી બચવા માટે.



