શું તમને પણ બ્લેન્કેટ કે ચાદરમાંથી એક પગ બહાર કાઢીને ઉંઘવાની ટેવ છે? કારણ જાણીને ચોંકી ઉઠશો…

આપણામાંથી ઘણા લોકો ઊંઘતી વખતે પોતાની ચાદર, તકિયો, જગ્યા, ગાદલાં વગેરેને લઈને ખૂબ જ પર્ટિક્યુલર હશે. વળી ઘણા લોકોને ઉંઘતી વખતે ડીમ લાઈટ કે અંધારુ જોઈતું હોય છે. પરંતુ આ બધા વચ્ચે એક આદત એવી છે જે લોકોમાં કદાચ સામાન્ય છે, પરંતુ એની પાછળ વૈજ્ઞાનિક કારણો જવાદાર છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. અહીં જે આદતની વાત થઈ રહી છે તે છે બ્લેન્કેટ કે રજાઈમાંથી એક પગ બહાર રાખીને ઊંધવું. ચાલો જાણીએ આ પાછળનું કારણ…
પહેલી નજરે તો તમને વિચિત્ર લાગશે, પણ આ આદત આપણામાંથી અનેક લોકોમાં જોવા મળે છે. આ અસામાન્ય લાગતી આદત પાછળ બોડી અને માઈન્ડ બંનેની જરૂરિયાત છુપાયેલી હોય છે. ટેમ્પરેચર કન્ટ્રોલથી લઈને બાળપણની યાદો સહિતના વિવિધ કારણો આ આદત માટે જવાબદાર હોય છે. આપણામાંથી કેટલાક લોકો તો એવા પણ હશે કે જેમને જ્યાં સુધી તેઓ એક પગ બ્લેન્કેટ કે રજાઈમાંથી બહાર ના કાઢે ત્યાં સુધી તેમને ઉંઘ નથી આવતી.
ચાદર કે બ્લેન્કેટની અંદર સફોકેશન ફીલ થાય
અનેક લોકોને બ્લેન્કેટ કે ચાદરની અંદર ગૂંગળામણ અનુભવાતી હોય છે. આવી સ્થિતિમાં કોઈ કેદ કર્યા હોય એવી એક હળવી ભાવના તેમની અંદર જોવા મળે છે. પરંતુ જ્યારે તેઓ એક પગ બ્લેન્કેટની બહાર કાઢે છે ત્યારે તેમને સ્વતંત્રતા જેવું ફીલ થાય છે. આ એક આદતને કારણે તેમની નર્વ સિસ્ટમ શાંત થાય છે અને શરીરને રિલેક્સ થવામાં મદદ કરે છે.

બાળપણની આદત લાંબા સમય સુધી સાથે ચાલે છે
ઘણા લોકોને બાળપણથી જ બ્લેન્કેટ પકડીને, હાથને એક તકિયા નીચે નાખીને કે પછી એક પગ બહાર કાઢીને ઉંઘવાની આદત હોય છે. એક રિસર્સમાં કરવામાં આવેલા ખુલાસા અનુસાર આવી આદતો એટલા પડે છે કારણ કે તે મગજને સુરક્ષા અને આરામનો સંકેત આપે છે. આને તાણ ઘટે છે અને સરળતાથી ઊંઘ આવે છે.
માઈક્રો ફ્રીડમની ફિલિંગ
એક પગ ચાદરની બહાર કાઢીને ઉંઘવાથી બોડીને એક માઈક્રો ફ્રીડમની લાગણીનો અહેસાસ થાય છે. શારીરિક રીતે તે બેડની કેદની ભાવનાને ઘટાડે છે અને માનસિક રીતે વ્યક્તિને પોતાની સ્પેસ પર નિયંત્રણ હોવાનો અહેસાસ કરાવે છે. આ એક નાનકડો સંકેત છે કે તાણ ઘટી રહ્યું છે અને નિંદ્રામાં સરી પડવું ખૂબ જ સરળ થઈ જાય છે.
મગજમાં માટે છે નિંદ્રાનો સંકેત
જે રીતે ડીમ લાઈટ, નાઈટ સૂટ પહેરવું કે બેડ પર જવું એ મગજને સંકેત આપે છે કે હવે સૂવાનો સમય થઈ ગયો છે. એ જ રીતે કેટલાક લોકો માટે બ્લેન્કેટ કે ચાદરમાંથી પગ બહાર કાઢવું એ વાતનો સંકેત આપે છે કે હવે સૂવાનો સમય થઈ ગયો છે. આ એક રીતે તો લોકોને સંકેત આપે છે અને એમના માટે સ્લિપિંગ ટ્રાન્ઝિશન સરળ થઈ જાય છે.
ઉંઘમાં વધારે હલચલ કરે છે
આપણામાંથી અનેક લોકોને ઊંઘમાં વારંવાર પડખું ફેરવવાની કે હલચલ કરવાની આદત હોય છે. આવી સ્થિતિમાં ચાદરની બહાર પગ નીકળવો એ એક સામાન્ય ક્રિયા બની જાય છે. જોકે, વધારે હલચલને કારણે દિવસમાં થાક કે ચિડચિડિયાપણુ અનુભવાય તો એના પર ધ્યાન આપવાની જરૂર છે.
આ પણ વાંચો…પક્ષીઓ કેમ એક પગ પર ઊભા રહીને ઉંઘે છે? કારણ જાણીને ચોંકી ઉઠશો…



