Wife on rent?: ટૂરિસ્ટ હબ થાઈલેન્ડની આ પ્રથા કેમ અચાનક બની ચર્ચાનું કારણ | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

Wife on rent?: ટૂરિસ્ટ હબ થાઈલેન્ડની આ પ્રથા કેમ અચાનક બની ચર્ચાનું કારણ

પત્ની, સહચારિણી, અર્ધાગ્નિ, સુખ-દુઃખમાં પતિનો સાથ આપતી, તેમના પરિવારની તાકાત બનતી વ્યક્તિ એટલે પત્ની. ભારતીય સમાજવ્યવસ્થામાં આ ભાવના છે અને આજે પણ પતિ-પત્નીનાં સંબંધોને આપણે પવિત્ર નજરે જોઈએ છે. વિશ્વના અન્ય દેશોમાં પણ લગ્ન અને પતિ-પત્નીના સંબંધો પ્રેમ, વિશ્વાસ અને સન્માનની નજરે જ જોવાય છે. ત્યારે વિશ્વમાં આમ પણ બદનામ એવા થાઈલેન્ડમાં વાઈફ ઑન રેંટનો કોન્સેપ્ટ છે. આ વ્યવસ્થા કે મહિલાઓની મજબૂરીનો ફાયદો લેવાની પ્રથા ઘણા સમયથી ઓછા વધતા પ્રમાણમાં હતી જ, પરંતુ તાજેતરમાં તે ફરી ચર્ચમાં આવી છે તેનું કારણ એક પુસ્તક છે.
લાવર્ટ એ ઇમેન્યુઅલ દ્વારા લખાયેલ પુસ્તક થાઈ ટેબૂ – ધ રાઇઝ ઓફ વાઈફ રેન્ટલ ઇન મોર્ડન સોસાયટીમાં આ મુદ્દે ઘણું લખાયું હોવાથી અને આ પુસ્તક પોપ્યલુર થયું હોવાથી આ વિષય ફરી ચર્ચામાં આવ્યો.

શું છે પ્રથા અને કેમ થઈ રહી છે ચર્ચા

ટૂરિસ્ટ હબ માનવામાં આવતા અને વિશ્વમાં ટૂરિઝમ માટે પ્રસિદ્ધ એવા થાઈલેન્ડમાં આ પ્રથા અમલમાં છે. આમ તો કહેવાય છે કે આ પ્રથા ઓરિજનલી જાપાનમાં હતી. થાઈલેન્ડમાં એક તો એકલા રહેનારા લોકો વધી ગયા છે. અહીં આવી મહિનાઓ સુધી એકલા રહેતા પુરુષો કોઈ બંધનમાં બંધાવા માગતા નથી, તેથી તેઓ વાઈફ ઑન રેંટના કોન્સેપ્ટને પસંદ કરે છે. આ અનુસાર મહિલા ઘરમાં પત્ની તરીકેની જવાબદારી નિભાવે છે, પરંતુ તેમની સાથે માત્ર કોન્ટ્રાક્ટ કરવાનો હોય છે, કઈ કમિટમેન્ટ હોતું નથી. આ કોઈ ઓફિશિયલ પ્રથા નથી, આથી કોઈ પ્રકારનું રક્ષણ આ મહિલાઓને મળતું નથી

શા માટે મહિલાઓ કરે છે આ કામ

સ્વાભાવિક છે કે આ પ્રકારના કામ મહિલાઓ મોટેભાગે મજબૂરીમાં કરતી હોય છે. થાઈલેન્ડ તેના રેડલાઈટ એરિયા અને કલ્ચર માટે બદનામ છે. અહીં પટાયામાં ખાસ કરીને ટૂરિસ્ટ ક્લબોમાં દુનિયાભરથી ટૂરિસ્ટ આવે છે. અહીંની મહિલાઓ દેહવ્યવસાયમાં પહેલેથી જ છે, જે અહીં લીગલ પ્રોફેશન છે. ગરીબ મહિલાઓ માટે આ એક સારું ઑપ્શન છે. ઘણીવાર 15-20 દિવસ તો ક્યારેક મહિનાઓ સુધી એક જ પુરુષ સાથે રહેવાનું હોય છે. અહીં એવા કિસ્સા પણ બન્યા છે કે રેંટ ઓન વાઈફ રિયલ લાઈફમાં વાઈફ બની જાય. આને એક સામાજિક વ્યવસ્થા તરીકે જોનારા પણ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button