આ કારણે મહિલાઓ નથી વધેરતી શ્રીફળ? કારણે જાણીને ચોંકી ઉઠશો…

હિન્દુ ધર્મમાં અનેક નીતિ-નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને એમાં પણ ખાસ કરીને પૂજા વગેરે માટે. આમાંથી જ એક નિયમ વિશે આજે આપણે વાત કરીશું. અમે અહીં જે નિયમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ નિયમ છે મહિલાઓએ પૂજા દરમિયાન નાળિયેર ના ફોડવું જોઈએ. હિન્દુ ધર્મમાં નાળિયેર કે શ્રીફળને ખૂબ જ શુભ માનવામાં આવે છે.
પૂજા, ધાર્મિક વિધિઓ, લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગે આપણે ત્યાં શ્રીફળ વધેરવાની પરંપરા છે. પણ તમે ઘણી વખત આપણા દાદીમા, નાની કે ઘરના વડીલોને મહિલાઓએ નાળિયેર ના વધેરવું જોઈએ એવું કહેતાં સાંભળ્યું જ હશે. પણ શું તમને ખબર છે કે આવું કેમ? ચાલો આજે તમને આ પાછળનું કારણ જાણીએ…
આપણ વાંચો: ભાગવત સંઘના સ્થાપક ખરા, હિન્દુ ધર્મના નહીં: સ્વામી રામભદ્રાચાર્ય
સાંભળવામાં ભલે આ વિચિત્ર લાગતું હોય પણ આવું કરવાથી થતાં નુકસાન વિશે આપણા પુરાણો અને શાસ્ત્રોમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેના વિશે આજે આપણે વાત કરીશું. જો તમે પણ આ નિયમનું પાલન કરશો તો ભવિષ્યમાં ઘટનારી કોઈપણ અશુભ ઘટનાથી બચી શકશો.
સનાતન ધર્મમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. પૂજા દરમિયાન અથવા કોઈપણ સમયે ફક્ત પુરુષો જ નારિયેળ ફોડે છે, સ્ત્રીઓ નહીં. આનું કારણ એ છે કે નારિયેળ ગમે તેટલું શુભ હોય પણ તેને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં નાળિયેરને એક બીજ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈ સ્ત્રી નાળિયેર ફોડે છે, ત્યારે તેની ગર્ભાશય પર નેગેટિવ ઈફેક્ટ જોવા મળે છે.
આપણ વાંચો: હિન્દુ ધર્મ પર રાહુલ સાથે ચર્ચા નહીં કરી શકે PM મોદી: આવું કોણે કહ્યું ?
ગર્ભને નાળિયેર સાથે સરખાવવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એવું છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે, ત્યારે તે પણ એક બીજ જેવું હોય છે. આ જ કારણ છે કે સ્ત્રીઓ ક્યારેય નારિયેળ ફોડતી નથી. આમ કરવાથી તેના બાળક અથવા ગર્ભાશયમાં સમસ્યા સર્જાઈ શકે છે. આ કારણોસર હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને નાળિયેર ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
તો હવે તમારા સવાલનો જવાબ મળી ગયો ને કે આખરે કેમ મહિલાઓને આપણે ત્યાં નાળિયેર વધેરવાની મનાઈ કરવામાં આવે છે? ચોક્કસ જ આ માહિતી વાંચ્યા પછી મહિલાઓની પણ આ મૂંઝવણનું નિરાકરણ આવી જ ગયું હશે.