પાયલટ્સ પરફ્યુમ કેમ નથી લગાવી શકતા? જાણો અઘરા નિયમો | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

પાયલટ્સ પરફ્યુમ કેમ નથી લગાવી શકતા? જાણો અઘરા નિયમો

એવિયેશન ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું સહેલું નથી, પરંતુ ભારતમાં આજે પણ કેટલાય યુવાનો છે જે આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માગે છે. મસ્ત વ્હાઈટ કલરના યુનિફોર્મમાં કેપ સાથે સજ્જ પાયલટ જોઈને ઘણાને પાયલટ બનાવાનું મન થતું હોય તો એક વાત પહેલાથી જ જાણી લેજો.

દેશમાં આમ તો એવિયેશન ઈન્ડસ્ટ્રી જોઈએ તેટલી મજબૂત નથી, છતાં યુવાનોમાં આ કરિયર ઘણું પ્રિય છે, પરંતુ પાયલટ બનવા માટે તમારે ઘણા નિયમોનું પાલન કરવું પડશે. આમાંનો એક નિયમ છે કે તમારે પરફ્યુમ લગાવી ડ્યૂટી પર જવાનું નથી. હવે આવું કેમ તે આપણે જાણીએ તે પહેલા બીજા અમુક નિયમો પણ બતાવી દઈએ.

પાયલટનું કામ ઘણું જ મહત્વનું અને જોખમી હોય છે. તેણે એરક્રાફ્ટની આખી સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં તે બારાકાઈથી જોવાનું હોય છે. એર ટ્રાફિક રિપોર્ટ્સ અને હવામાન પણ જોવાનું હોય છે. એરક્રાફ્ટમાં ફ્યૂલ છે કે નહીં થી માંડી પૂરતો સ્ટાફ છે કે નહીં તે બધુ જ જોવાનું કામ પાયલટ્સનું હોય છે. અમદાવાદમાં બનેલી એરક્રેશની અતિ ભયાનક ઘટના બાદ સૌને ખબર પડી ગઈ હશે કે પાટલટ્સના જીવ કેટલા જોખમમાં હોય છે અને કેવા સખત નિયમોનું પાલન તેમણે કરવાનું હોય છે.

હવે પરફ્યુમના નિયમની વાત કરીએ તો દરેક પાયલટ જ્યારે ફ્લાઈટ ઑપરેટ કરવા ડ્યૂટી પર આવે ત્યારે બ્રેથલાઈઝર ટેસ્ટ આપવો પડે છે. આ ટેસ્ટમાં માત્ર લિકર લીધું છે કે નહીં તે નક્કી નથી થતું પરંતુ કોઈપણ આલ્કોહોલિક પદાર્થનો ઉપયોગ કર્યો હોય તો જાણવા મળે છે.

પરફ્યૂમ, સેનેટાઈઝર અને માઉથવૉશ આ ત્રણેયમાં ઓછા તો ઓછા પ્રમાણમાં પણ ઈથાઈલ હોય છે, જેથી લિકર કે બીજા કઈ કૈફી પદાર્થો ન લીધા હોવા છતાં ટેસ્ટિંગ સમયે પાયલટ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આથી તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ બધી વસ્તુઓથી પણ દૂર રહે. તાજેતરમાં એક પાયલટે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વાત શેર કરી હતી અને કહ્યું હતું કે મને પરફ્યુમ ગમે છે, પરંતુ આ નિયમોને લીધે હું ડ્યૂટી પર તેનો ઉપયોગ કરી શકતો નથી.

આપણ વાંચો:  નવરાત્રિ 2025: ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? જાણો કઈ તિથિએ કયા દેવીની પૂજા કરશો

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button