Cello Tape નામ પાછળનું કારણ શું છે? જાણો આ ટ્રાન્સપરન્ટ ટેપનો રસપ્રદ ઇતિહાસ

ગિફ્ટ રેપિંગ કે ડેકોરેશન વગેરેને ફિક્સ કરવા માટે આપણા સેલો ટેપનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ સેલો ટેપ (Cello Tape)માં સેલોનો અર્થ શું છે? પેપર, પ્લાસ્ટિક કે ડેકોરેશનને ચિપકાવતી ટ્રાન્સપરેન્ટ સેલો ટેપ કેમ કહેવામાં આવે છે, ચાલો આજે તમને જણાવીએ-
વાત કરીએ સેલો ટેપમાં આ સેલો ક્યાંથી આવ્યું તો તમારી જાણ માટે કે સેલો ટેપ શબ્દ સેલોફેન પરથી લેવામાં આવ્યો છે, જે પારદર્શક ચિપકાવનારી ટેપમાં ઉપયોગમાં લેવાતું મુખ્ય પદાર્થ છે. જોકે, જૂના સમયમાં સેલો ટેપ પોલીપ્રોપાઈલિન જેવી બીજી વસ્તુઓથી પણ બનાવવામાં આવતી હતી. પરંતુ આ નામ ટ્રાન્સપરેન્ટ ચિપકાવતી ટેપ માટે એક સામાન્ય શબ્દ તરીકે પ્રચલિત થઈ ગયો.
મળતી માહિતી મુજબ સેલોટેપ નામની એક કંપની પણ છે, જે વર્ષોથી ટ્રાન્સપરન્ટ ટેપ બનાવવાનું કામ કરે છે. આ કંપનીના માલિક કોલિન કિનિનમોન્થ અને જ્યોર્જ ગ્રેએ સૌથી મોટી અને ચિકણી ટેપની શોધ 1937માં કરી હતી અન આ કંપનીનું નામ હતું સેલોટેપ. 1940માં યુદ્ધ દરમિયાન ગોળી-બારુદ વગેરે ચિપકાવવાના કામમાં આવતી હતી.
બસ ત્યારથી આ નાનકડી સેલોટેપ ઘર-ઘરમાં ઉપયોગમાં આવવા લાગી અને એટલી બધી ફેમસ થઈ ગઈ કે લોકોએ તેને સેલો ટેપના નામે જ ઓળખવાનું પસંદ કર્યું. આ રીતે ટેપની સાથે સેલો હંમેશા માટે ચોંટી ગયું અને ટેપ બની ગઈ સેલો ટેપ.
છે ને એકદમ અનોખી પણ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…