સ્પેશિયલ ફિચર્સ

ટોવેલના બંને છેડે કેમ પટ્ટા જોવા મળે છે? 99 ટકા લોકો નથી જાણતા એનું કારણ…

આપણે બધા ડે ટુ ડે લાઈફમાં એવી અનેક વસ્તુઓ વાપરતાં હોઈએ છીએ કે જેના વિના આપણો દિવસ તો નથી પૂરો થતો. પણ એના વિશેની ઝીણી ઝીણી ડિટેઈલ્સ કે એના મહત્ત્વથી આપણે અજાણ હોઈએ છીએ. આજે અમે અહીં તમને આવી જ એક બાબત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આપણે બધા દરરોજ ટોવેલનો ઉપયોગ તો કરતાં જ હોઈએ છીએ.

ટોવેલના ઉપયોગ કરતી વખતે જો ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે ટોવેલના છેડા પર એક પટ્ટો કે બોર્ડર જોવા મળે છે. પરંતુ શું તમને ખબર છે કે આ પટ્ટા કે બોર્ડર કેમ બનાવવામાં આવ્યા હોય છે? નહીં ને? ચાલો જાણીએ કે આખરે આ પટ્ટા શું કરવા હોય છે અને એને શું કહેવામાં આવે છે.

આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા : ખટમધુરા બોરમાં સમાયેલા છે અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણો

સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક સોફ્ટવેરે એન્જિનયરે યુઝર્સને આ સવાલ પૂછ્યો હતો કે ટોવેલની નીચે આ પટ્ટા કેમ હોય છે? યુઝર્સે આ સવાલના જવાબમાં અલગ અલગ કારણો આપવામાં આવ્યા હતા. એક યુઝરે જણાવ્યું હતું કે આ પટ્ટા કે બોર્ડર જ ટોવેલને સરખી રીતે ઘડી કરવામાં મદદ કરે છે.

બીજા યુઝરે લખ્યું હતું કે જ્યારે તમે ટોવેલનો ઉપયોગ કરો છો ત્યારે પટ્ટાથી નાની બાજુના ભાગથી હાથ લૂછો અને મોટા હિસ્સાથી શરીર. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ બોર્ડર ટોવેલની ઝડપથી અને સારી રીતે સૂકાવવામાં મદદ કરે છે.

આપણ વાંચો: Chaitra Month 2025: રંગ પંચમીથી લઈને ગુડી પડવા સુધી, ચૈત્ર મહિનામાં આવે છે અનેક તહેવાર…

ખેર, આ બધા તો થયા તર્ક-વિતર્ક. પણ ન્યૂયોર્ક પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ટોવેલના છેડા પર જોવા મળતાં આ પટ્ટાને ડોબી બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાના ટોવેલના હોલસેલ ડિલરના જણાવ્યા અનુસાર ટોવેલના બંને છેડા પર જોવા મળતા આ પટ્ટા કે ડિઝાઈન માત્ર સજાવટ માટે હોય છે. ડોબી બોર્ડર ટોવેલને એક પોલિશ લૂક આપે છે અને એને કારણે યુઝરને ટોવેલ પર એક સારી ગ્રિપ, પકડ મળે છે.

ચોંકી ઉઠ્યા ને? અત્યાર સુધી તમને ટોવેલના બંને છેડા પર જોવા મળતાં આ પટ્ટા કે બોર્ડરનું શું કામ હોય છે કે તેને શું કહેવામાં આવે છે એની જાણકારી હતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button