સંગીત સેરેમનીમાં કેમ Emotional થયા Nita Ambani?, વીડિયો થયો વાઈરલ

ટીમ ઈન્ડિયા (Team India)ની ખુશીનો કોઈ પાર નથી, કારણ કે હાલમાં જ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ-2024 પોતાના નામે કર્યો છે અને હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સેરેમનીમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ડબલ સેલિબ્રેશન કર્યું હતું. દરમિયાન નીતા અંબાણીએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપીને તેમની મહેનતને બિરદાવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે નીતા અંબાણી રોહિત શર્માને સ્ટેજ પર બોલાવે છે અને તેમણે કહ્યું કે અહીં મુંબઈ ઈન્ડિયન્સની ફેમિલી પણ છે. અહીંયા તમારી જાણ માટે કે રોહિત, હાર્દિક અને સૂર્યકુમાર ત્રણેય જણ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાંથી રમે છે. નીતા ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા અને તેમણે ટીમ ઈન્ડિયાના વખાણ કરતાં કહ્યું હતું કે આ જિત એમના માટે ખૂબ જ મહત્ત્વની છે.
ત્યાર બાદ નીતા અંબાણીએ સૂર્ય કુમાર યાદવને પણ સ્ટેજ પર બોલાવીને છેલ્લી ઓવરમાં તેણે પકડેલાં શાનદાર કેચ માટે અભિનંદન આપ્યા હતા. દરમિયાન તેમણે સૂર્યા સૂર્યાના નારા પણ લગાવ્યા હતા.
હવે સૂર્યકુમાર અને રોહિત બાદ હાર્દિક પંડ્યાને પણ સ્ટેજ પર બોલાવીને નીતા અંબાણીએ ખૂબ જ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે કપરો સમય નથી ટકતો, પણ મજબૂત માણસો ટકી જાય છે. નીતા અંબાણીએ પોતાની સ્પીચમાં આગળ એવું પણ જણાવ્યું હતું ફાઈનલની છેલ્લી ઓવર દરેક દેશવાસીઓએ શ્વાસ રોકીને જોઈ અને જોયું કે કઈ રીતે ટીમ ઈન્ડિયાએ અસંભવને સંભવ કરી દેખાડ્યું.
મુકેશ અંબાણીએ પણ સ્ટેજ હાજર તમામ ખેલાડીઓને જિત માટે અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે માહી (મહેન્દ્રસિંહ ધોની) પણ અહીં હાજર છે. 2011માં તેઓ વર્લ્ડકપ જિતી લાવ્યા હતા અને હવે 2024માં તમે આ સંભવ કરી દેખાડ્યું હતું. આખા દેશને તમારા પર ગર્વ છે.