સ્પેશિયલ ફિચર્સ

પક્ષીઓ કેમ એક પગ પર ઊભા રહીને ઉંઘે છે? કારણ જાણીને ચોંકી ઉઠશો…

આપણે આપણી આસપાસમાં અનેક જાત જાતના, પ્રજાતિના, કદના, દેશી-વિદેશી પક્ષીઓ જોયા હશે. આ પક્ષીઓને ધ્યાનથી જોયા હશે તો તમને ખ્યાલ હશે કે મોટાભાગના પક્ષીઓ ઉંઘતી વખતે એક પગ પર ઊભા રહે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આ પાછળનું કારણ શું છે? આ સ્ટોરીમાં આપણે આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરીશું…

પક્ષી અને અનેક પ્રાણીઓ પણ ખાસ લાક્ષણિક શૈલીઓમાં ઉંઘે છે. પક્ષીઓની વાત કરીએ તો અનેક પક્ષીઓ એક પગ પર ઊભી રહીને ઉંઘે છે જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો અનેક પ્રાણીઓ ઉંઘતી વખતે ચારમાંથી એક પગ હવામાં અધર રાખીને ઉંઘવાનું પસંદ કરે છે. આપણને આ આ જોવામાં થોડું વિચિત્ર લાગે પણ આ પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. ચાલો જોઈએ આખરે આવું કેમ કરે છે પશુ-પક્ષીઓ.

આપણને કોઈ એક પગ પર ઊભા રહેવાનું કહે તો એ શક્ય નથી પરંતુ આને કુદરતનો કરિશ્મા જ કહી શકાય કે આપણને બનાવનારાએ જ આ પક્ષી પણ બનાવ્યા છે અને પક્ષી આખો આખો દિવસ એક પગ પર ઊભા રહી શકે છે. ફ્લેમિંગ, બતક, બગલાં સહિત અનેક પક્ષીઓ એક પગ પર ઊભા રહીને ઉંઘે છે અને આ પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે.

ફ્લેમિંગોની વાત કરીએ તો ફ્લેમિંગો એક પગ પર ઊભા રહીને પોતાની ઊર્જા બચાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફ્લેમિંગો મોટા ભાગે ઠંડા કે હૂંફાળા પાણીમાં જ ઊભા રહે છે. જો તેઓ પોતાના બંને પગ પાણીમાં રાખશે તો શરીરમાંથી વધારે ગરમી બહાર નીકળશે. આવી સ્થિતિમાં તેઓ એક પગ પર ઊભા રહીને પોતાના શરીરની એનર્જી બચાવે છે. ફ્લેમિંગોના પગલમાં એક અનોખી લોકિંગ મેકેનિઝમ હોય છે.

ફ્લેમિંગોના પગમાં રહેલાં આ લોકિંગ મેકેનિઝમને કારણે તેમનું શરીર કોઈ એક્સ્ટ્રા એફર્ટ વિના જ બેલેન્સ થઈ જાય છે. જોતી વખતે એવું લાગે છે કે જાણે ફ્લેમિંગોના પગ લોક થઈ ગયા છે અને આવી સ્થિતિમાં તે લાંબો સમય સુધી એક પગ પર ઊભા રહી શકે છે. ફ્લેમિંગો માટે આ એક આરામદાયક સ્થિતિ હોય છે. ફ્લેમિંગ બે પગ પર એટલે પણ નથી ઊભા રહેતાં કારણ કે એને કારણે તેઓ વધારે હલતા ડોલતા રહે છે અને તેમની એનર્જી ઝડપથી ખતમ થઈ જાય છે.

એક પગ પર ઊભા રહેવાની સાથે સાથે ફ્લેમિંગોની બીજી ખાસિયત વિશે વાત કરીએ તો ફ્લેમિંગો ખૂબ જ સરળતાથી પાણીમાં તરી પણ શકે છે. ફ્લેમિંગોની આ ખાસિયતથી ખૂબ જ ઓછા લોકો વાકેફ હોય છે.

છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી કામની વાત જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આ પણ વાંચો…‘Touch Wood’ કેમ કહેવામાં આવે છે? આ પાછળનું કારણ જાણીને ચોંકી ઉઠશો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button