મોબાઈલ નંબર હંમેશા 10 આંકડાનો જ કેમ હોય છે? જાણો આ નિર્ણય પાછળનું ગણિત અને વસ્તીનું કનેક્શન! | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

મોબાઈલ નંબર હંમેશા 10 આંકડાનો જ કેમ હોય છે? જાણો આ નિર્ણય પાછળનું ગણિત અને વસ્તીનું કનેક્શન!

મોબાઈલ ફોન એ આજના સમયની સૌથી મહત્ત્વની વસ્તુ બની ગઈ છે, પરંતુ આ મોબાઈલ ફોન જ ક્યારેક મુશ્કેલીનું કારણ પણ બને છે. મોબાઈલ ફોનની એક બીજી વાત તમે નોંધી હશે તો મોબાઈલ નંબર હંમેશા 10 નંબરનો જ હોય છે. પરંતુ શું તમને આ પાછળનું કારણ ખબર છે? ચાલો આજે તમને આ પાછળની સ્ટોરી જણાવીએ…

જ્યારે પણ આપણે કોઈ ફોન નંબર ડાયલ કરીએ છીએ ત્યારે તે 10 નંબરનો હોય છે, ન તો એક નંબર ઓછો કે ન તો એક નંબર વધારે. જો તમે એક નંબર ભૂલથી પણ વધુ કે ઓછો ડાયલ કરો છો તો નંબર લાગતો નથી. આખરે આવું કેમ કે મોબાઈલ નંબરમાં 10 જ ડિજિટ હોય છે. આજે આપણે અહીં આ વિશે જ વિસ્તારથી વાત કરીશું કે આખરે આવું કારણ શું છે એ-

નેશન નંબર પ્લાન (NNP)ને કારણે ભારતમાં તમામ ફોન નંબર 10 ડિજિટના હોય છે. 2003 સુધી ભારતમાં મોબાઈલ નંબર 9 ડિજિટના હતા. પરંકુ ઝડપથી વધી રહેલી વસતિને કારણે અને અનેક નવા ફોન નંબરની જરૂરિયાતને પહોંચી વળવા માટે ટ્રાઈ (TRAI) દ્વારા 9માંથી 10 ડિજિટના ફોન નંબર કર્યા હતા.

વાત કરીએ ફોન નંબર કઈ રીતે બનાવવામાં આવે છે અને દરેક વ્યક્તિનો ફોન નંબર એકબીજાથી કેવી રીતે અલગ હોય છે એની તો હકીકતમાં જો નંબર 0થી 9 સુધીનો હોય તો ફક્ત 10 અલગ અલગ નંબર બનાવી શકાય અને એનો ઉપયોગ 10 લોકો દ્વારા કરવામાં આવશે. જો નંબર બે અંકનો હોય તો 0થી 99 સુધીનો ઉપયોગ કરીને 100 નવા નંબરો બનાવી શકાય છે એટલે મોબાઈલ નંબર 10 ડિજિટનો સમાવેશ કરવામાં આવ્યો જેનાથી લાખો નવા નંબર બનાવી શકાયા.

ટેક્નોલોજીના વિકાસ સાથે આજે દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન હોય છે એટલે 1.4 અબજથી વધુની વસતિ ધરાવતા ભારતમાં આ સમસ્યા ઉકેલવા માટે 10 ડિજિટનો મોબાઈલ નંબરની સિસ્ટમ રજૂ કરવામાં આવી હતી. ગણતરી અનુસાર આની મદદથી ભવિષ્યમાં એક અબજ નંબરો બનાવવામાં આવશે અને દરેક વ્યક્તિઓને નંબરની ફાળવણી કરવામાં આવે છે.

જોકે, એવું નથી કે બધી જગ્યાએ મોબાઈલ નંબર 10 ડિજિટના જ હોય. દરેક દેશની વસતિના આધારે ત્યાંના મોબાઈલ નંબરના ડિજિટ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આઈસલેન્ડની વસતિ 4,00,000 લોકોની છે તો એ દેશમાં મોબાઈલ નંબર 7 ડિજિટના હોય છે. હોંગકોંગ, સિંગાપોર, મકાઉ, નિકારાગુઆ અને સ્લોવેનિયા જેવા દેશમાં મોબાઈલ નંબર 8 ડિજિટના હોય છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આપણ વાંચો : તમે પણ વેબસાઈટ પર જઈને સમજ્યા વિચાર્યા વિના I’m Not a Robot પર ક્લિક કરો છો? પહેલાં આ વાંચી લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button