વિમાનનો રંગ હંમેશા સફેદ જ કેમ હોય છે? કારણ જાણીને ચોંકી ઉઠશો…

આપણામાંથી અનેક લોકોએ જીવનમાં ક્યારેયને ક્યારેય તો ફ્લાઈટમાં મુસાફરી કરી જ હશે. જો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે ફ્લાઈટનો રંગ હંમેશા સફેદ જ હોય છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું આવું કેમ? ફ્લાઈટનો રંગ લાલ, પીળો, ગુલાબી કે ગ્રીન કેમ નથી હોતો એવો સવાલ થયો છે ખરો? ફ્લાઈટનો કલર સફેદ હોય એની પાછળ અનેક કારણો જવાબદાર છે, ચાલો તમને આ વિશે જણાવીએ…
દુનિયાની કોઈ પણ એરલાઈન લઈ લો પછી એ નાની હોય કે મોટી, સરકારી હોય કે પ્રાઈવેટ તમામ એરલાઈનના વિમાનના રંગ સફેદ જ હોય છે. હવે બધી ફ્લાઈટનો રંગ સફેદ રાખવા પાછળ કારણ શું, કે પછી ખાલી જોવામાં સારો લાગે છે એટલે આ રંગ રાખવામાં આવે છે? તમને જાણીને નવાઈ લાગશે કે ફ્લાઈટનો રંગ સફેદ રાખવા પાછળ અનેક બીજા કારણો જવાબદાર હોય છે.
સફેદ રંગ હળવો હોય છે
વિમાન સફેદ રંગના હોય એની પાછળનું સૌથી મોટું કારણ એવું છે તે સફેદ રંગને સૌથી હળવો માનવામાં આવે છે. એટલું જ નહીં આ રંગની એક બીજી ખાસિયત એવી પણ છે કે તે રાતના અંધારામાં પણ દૂરથી ઓળખી શકાય છે. સફેદ રંગ જલદી ડલ નથી પડતો અને એટલે જ આ રંગને ખાસ પસંદ કરવામાં આવે છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જો ફ્લાઈટને સફેદ કે બીજો કોઈ ડાર્ક રંગ કરવામાં આવશે તો તેનું વજન આઠ પ્રવાસીઓ જેટલું વધી જશે, કારણ ડાર્ક રંગનો પેઈન્ટ વજનમાં ભારે હોય છે.

સરળતાથી જોઈ શકાય છે સ્ક્રેચ
બીજા કારણની વાત કરીએ તો ફ્લાઈટ જોવામાં જેટલી વિશાળ હોય છે એટલી જ નાજુક પણ હોય છે. ફ્લાઈટને લઈને દેખાડવામાં આવેલી નાનકડી લાપરવાની પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. પરિણામે જો ફ્લાઈટમાં કોઈ તિરાડ, ડેન્ટ કે હોય તો તે સફેદ રંગમાં તરત જ દેખાઈ આવે છે અને તાત્કાલિક સમારકામ કરાવી શકાય.
તાપમાનને કરે નિયંત્રણ
સફેદ રંગ પસંદ કરવા પાછળના એક બીજા મહત્ત્વના કારણ વિશે વાત કરીએ તો તે ટેમ્પરેચરને કન્ટ્રોલ કરે છે. સફેદ રંગ સૂર્યના પ્રકાશને તરત જ રિફ્લેક્ટ કરે છે જેને કારણે ફ્લાઈટની અંદરનું તાપમાન કન્ટ્રોલમાં રહે છે. સફેદ રંગ ગરમીને શોષવાને બદલે રિફ્લેક્ટ કરે છે, જ્યારે ડાર્ક રંગ ગરમીને શોષી લે છે એટલે તાપમાન વધી જાય છે.
સરળતાથી ટ્રેક કરી શકાય
ફ્લાઈટને સફેદ રંગ આપવા પાછળનું એક કારણ એવું પણ છે કે સફેદ રંગને કારણે ફ્લાઈટને સરળતાથી ટ્રેક કરી શકાય છે. બીજા રંગની સરખામણીએ સફેદ રંગને આકાશમાં સરળતાથી જોઈ શકાય છે.
આ પણ વાંચો…ફ્લાઇટ ટેક ઑફ અને લેન્ડિંગ વખતે વિન્ડો શેડ્સ કેમ ખોલવામાં આવે છે? સુરક્ષા સાથે જોડાયેલું છે કારણ…