ફ્લાઈટની સીટ બ્લ્યુ કલરની જ કેમ હોય છે? 99 ટકા લોકોને નથી ખબર આ પાછળનું કારણ…

આપણામાંથી અનેક લોકોએ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક તો હવાઈ મુસાફરી કરી જ હશે. હવાઈ મુસાફરી આરામદાયક હોવાની સાથે સાથે ટાઈમ સેવિંગ પણ હોય છે. જો તમે પણ ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યું હશે તો તમને પણ ખ્યાલ હશે કે ફ્લાઈટની સીટ હંમેશા બ્લ્યુ રંગની હોય છે. પરંતુ ક્યારેય આવું કેમ, કે આ પાછળનું કારણ શું હોઈ શકે એવો સવાલ થયો છે ખરો? જો હા, તો આ સવાલોના જવાબ મેળવવા માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે. ચાલો જાણીએ કે આખરે આવું કેમ…
કોઈ જગ્યાએ દૂર જવું હોય અને ઝડપથી પહોંચી જવું હોય તો એર ટ્રાવેલ એક બેસ્ટ અને આઈડિયલ ઓપ્શન સાબિત થાય છે. એક સમયે એર ટ્રાવેલ એ લક્ઝરી ગણાતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે અને ખૂબ જ કોમન પણ થઈ ગયો છે. હવાઈ મુસાફરી કે ફિલ્મોમાં પણ તમે જોયું હશે તો ફ્લાઈટની સીટનો રંગ બ્લ્યુ જ હોય છે. આજે આપણે આ સ્ટોરીમાં આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરીશું.

સામાન્યપણે લોકોની એવી માન્યતા હોય છે કે આકાશનો રંગ બ્લ્યુ હોવાથી ફ્લાઈટની સીટનો રંગ પણ બ્લ્યુ જ રાખવામાં આવે છે. પરંતુ હકીકતમાં એવું નથી હોતું. આ પાછળનું કારણ વિશ્વસનીયતા અને સુરક્ષા સાથે જોડાયેલું છે. વાત જાણે એમ છે કે બ્લ્યુ રંગને વિશ્વસનીયતા અને સુરક્ષા સાથે છે. આ સિવાય જે લોકોને એરફોબિયા હોય છે એવા લોકો માટે પણ આ રંગ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
ફ્લાઈટમાં બ્લ્યુ રંગનો ઉપયોગ લાંબા વર્ષોથી કરવામાં આવે છે અને આને કારણે લોકોને શાંતિ અને આરામનો અહેસાસ થાય છે. જોકે, એવું નથી કે હંમેશાથી જ ફ્લાઈટની સીટનો રંગ બ્લ્યુ હતો. પહેલાંના જમાનામાં ફ્લાઈટા સીટનો રંગ રેડ હતો. પરંતુ સમય બદલાતા ફ્લાઈટનો રંગ બ્લ્યુ રાખવામાં આવ્યો.
ફ્લાઈટના સીટનો રંગ બ્લ્યુ રાખવા પાછળનું એક કારણ એવું પણ છે કે તે ડાર્ક હોય છે અને એને કારણે ધૂળ, દાગના ધબ્બા નથી દેખાતા. આ સિવાય અનેક બીજા કલ્ચરમાં બ્લ્યુ રંગના સીટને કારણે પ્રવાસીઓ સુરક્ષિત અને સુખદ યાત્રાની શુભેચ્છા સાથે પણ જોડીને જોવામાં આવે છે. જોકે, તમામ એરલાઈન્સના એર ક્રાફ્ટમાં બ્લ્યુ રંગની સીટ હોય એવું જરૂરી નથી. આજે પણ અનેક એરલાઈન્સ એવી છે કે જેમની સીટનો રંગ ગ્રે, ભૂરો કે લાલ હોય છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટનાના નવા પૂરાવા સામે આવ્યા હોવાનો કોંગ્રેસના કયા સાંસદે દાવો કર્યો



