એર હોસ્ટેસ ગળામાં સ્કાર્ફ માત્ર સ્ટાઈલ માટે નહીં પણ આ કારણે પહેરે છે, 99 ટકા લોકોને નથી ખબર…

આપણામાંથી અનેક લોકોએ ક્યારેકને ક્યારેક તો ફ્લાઈટમાં ટ્રાવેલ કર્યું જ હશે. હવે તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે કોઈ પણ એરલાઈન હોય દરેક એરલાઈનની એર હોસ્ટેસ ગળામાં સ્કાર્ફ પહેરે છે.
જો તમને એવું લાગતું હોય કે એરલાઈન્સ દ્વારા યુનિફોર્મના એક ભાગ તરીકે કે સ્ટાઈલ માટે હોય છે તો એવું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે એરહોસ્ટેસ દ્વારા પહેરવામાં આવતો સ્કાર્ફ એ સ્ટાઈલ માટે નહીં પણ વિવિધ કારણોસર બાંધવામાં આવે છે. ચાલો તમને આજે આ વિશે જણાવીએ…
ધ્યાનથી જોયું હશે તો એર હોસ્ટેસ હંમેશા ગળામાં સુંદર સ્કાર્ફ પહેરે છે. આપણને એવું લાગે છે કે આ સ્કાર્ફ એ યુનિફોર્મનું એક ભાગ છે તો એવું નથી. આ સ્કાર્ફ માત્ર યુનિફોર્મની બ્યુટી વધારવા માટે નથી હોતું પરંતુ તેની પાછળ અને પ્રેક્ટિકલ અને જરૂરી કારણો જવાબદાર હોય છે. જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું..
આપણ વાચો: ફ્લાઈટમાં ભૂલથી પણ ના પીવા જોઈએ આ પીણા… એર હોસ્ટેસે કર્યો ચોંકાવનારો ખુલાસો…
દુર્ગંધ અને જર્મ્સથી બચવું
જી હા, કેબિન ક્રૂ મેમ્બર્સ દરરોજ સેંકડો પ્રવાસીઓને મળે છે અને આવી સ્થિતિમાં એરહોસ્ટેસના ગળામાં રહેલો આ સ્કાર્ફ તેમને મદદ કરે છે. નાક અને મોઢાને સ્કાર્ફથી કવર કરીને પોતાને દુર્ગંધ અને જર્મ્સથી બચાવે છે.
બોડી ટેમ્પરેચર મેઈન્ટેન કરે

લોન્ગ ફ્લાઈટ કે રાતના સમયે ફ્લાઈટમાં કેબિનનું ટેમ્પરેચર ઓછું હોય છે આવી સ્થિતિમાં સ્કાર્ફ એર હોસ્ટેસને બોડી ટેમ્પરેચર મેઈન્ટેન રાખવા માટે મદદ કરે છે. સ્કાર્ફ ગળાને પણ ગરમ રાખવામાં મહત્ત્વનો રોલ પ્લે કરે છે, જેથી ઠંડકને કારણે એર હોસ્ટેસનું ગળું ખરાબ ન થાય.
આપણ વાચો: ફ્લાઇટમાં ફર્સ્ટ અને ઇકોનોમી ક્લાસના પેસેન્જર કરે છે આવી ડિમાન્ડ, એર હોસ્ટેસે શેર કર્યો અનુભવ…
ઈર્મજન્સીમાં આવે છે કામ

આ સ્કાર્ફ કોઈ પણ ઈમર્જન્સી સિચ્યુએશનમાં કામ આવે છે. ઉદાહરણ તરીકે કોઈ ઈજા થઈ હોય કે પછી લોહી વગેરે નીકળતું હોય તો આવી પરિસ્થિતિમાં સ્કાર્ફ ઈમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. આવી સ્થિતિમાં સ્કાર્ફને પટ્ટી તરીકે કામમાં લઈ શકાય છે.
મેકઅપ લાઈન્સ હાઈડ કરે

જી હા, એર હોસ્ટેસને ખૂબ જ હેવી મેકઅપ કરવો પડે છે એ વાત તો આપણે જાણીએ છીએ આવી સ્થિતિમાં ઘણી વખત ચહેરા અને ગળા પર હળવી મેકઅપ લાઈન્સ જોવા મળે છે. એર હોસ્ટેસ સ્કાર્ફથી આ મેકઅપલાઈન્સ હાઈડ કરે છે અને પોતાના લૂકને કમ્પલિટ કરે છે.
એરલાઈનની આઈન્ડેન્ટિટી દેખાડે
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે આ સ્કાર્ફ જે તે એર લાઈનની આઈન્ડેન્ટિટી દર્શાવે છે. દરેક એર લાઈન પાસે પોતાની ડિઝાઈન અને કલર સ્કીમ પ્રમાણેના અલગ અલગ સ્કાર્ફ હોય છે, જે તેમની બ્રાન્ડને એક અલગ ઓળખ આપવાનું કામ કરે છે. આ સ્કાર્ફને જોઈને પ્રવાસીઓ તરત ત એર લાઈનને ઓળખી શકે છે.



