અરે બાપરે…Anant-Radhika Ambaniના લગ્નમાં ચાર કેરિયર્સમાં કોનો સામાન આવ્યો?
જામનગરઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી Mukesh Ambani અને નીતા અંબાણી Nita Ambaniના પુત્ર અનંત અંબાણીના લગ્નના વાતો ચારેકોર થાય છે. અંબાણી પરિવારે દેશ-વિદેશના મહેમાનોને હરખના તેડાં મોકલ્યા છે ત્યારે મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. જોકે આજે અહીં મહેમાનના આગમન પહેલા આવેલો તેમનો સામાન ચર્ચાનો વિષય બન્યો છે. એક કે બે નહીં પણ ચાર કેરિયર્સમાં એક ખાસ મહેમાનનો સામાન આવ્યાનો વીડિયો વાયરલ થયો છે.
આવતીકાલ એટલે કે 1 માર્ચથી ત્રણ માર્ચ સુધીના વિવિધ ફંકશન અટેન્ડ કરવા સેલિબ્રિટી અને દિગ્ગજ હસ્તીઓ જામનગર Jamnagar એરપોર્ટ પર પહોંચી રહી છે. આ મહેમાનોની યાદીમાં એક નામ છે હોલિવૂડ સ્ટાર રિહાના Holiwood star Rihana.
અહીં ત્રણ દિવસ સુધી અલગ-અલગ થીમ પર કાર્યક્રમો યોજાશે, જેમાં બોલિવૂડ અને હોલીવુડના અલગ-અલગ સ્ટાર્સ પરફોર્મન્સ આપશે. આ દરમિયાન હોલીવુડ સિંગર રિહાના પણ પરફોર્મ કરતી જોવા મળશે. તેમની ટીમ અને તેઓ જામનગર પહોંચી રહ્યા છે. રિહાન્નાનું સ્વાગત ભવ્ય અંદાજમાં કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે.
રિહાના Rihanaના આગમન પહેલા તેની ટીમના કેટલાય સભ્યો પહોંચી ગયા છે. અંબાણી પરિવારે રિહાના માટે ખાસ વ્યવસ્થા કરી છે. એરપોર્ટ પર મર્સિડીઝ કાર તેમને લેવા માટે રાહ જોઈ રહી છે. આ આખી ગાડી પર હાથીના ચિત્રો બન્યા છે કારણ કે તેવી જ તો થીમ છે, પણ તેની ગાડી કરતા તેનો સમાન સૌની નજરમાં આવ્યો છે. રિહાનાનો સામાન 4 મુખ્ય કેરિયર્સમાં જામનગર આવ્યો છે. ગઈકાલે રિહાનાની ટીમના ઘણા સભ્યો પણ પહોંચ્યા હતા. રિહાના સિવાય રણબીર કપૂર પણ તેના આખા પરિવાર સાથે અહીં પહોંચ્યો છે. એરપોર્ટ પર નીતુ અને આલિયા સ્પોટ થયા હતા. આ સિવાય અર્જુન કપૂર પણ આવી પહોંચ્યો છે.
એરપોર્ટ પર આવનારા તમામ મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પર તેમના રિફ્રેશમેન્ટની પણ વ્યવસ્થા છે. તેમને વાજતેગાજતે આવકારવામાં આવે છે. એક પછી એક મહેમાનો આવતા રહે છે અને સોશિયલ મીડિયા સતત તેમના વીડિયોથી ઓવરફલો થઈ રહ્યું છે.