સ્પેશિયલ ફિચર્સ

પાકિસ્તાનનું નામકરણ કોણે કર્યું, જાણો છો? નામ જાણીને ચોંકી ઉઠશો…

જ્યારે પણ ભારતના પડોસી દેશની વાત આવે ત્યારે સૌથી પહેલાં મગજમાં નામ આવે પાકિસ્તાન અને બીજું નામ ચીનનું. આ બંને દેશ સાથે ભારતના સંબંધો ખાસ કંઈ સારા શકાય એવા નથી કારણ કે ભારતને હેરાન કરવાનો એક પણ મોકો છોડતા નથી. પરંતુ આજે અમે તમને અહીં પાકિસ્તાનની એક એવી વાત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણ છે, આવો જોઈએ શું છે આ વાત-

ભારત આઝાદ થયું એના એક દિવસ પહેલાં જ એટલે કે 14મી ઓગસ્ટ, 1947ના દુનિયાના નક્શા પર એક નવા દેશનું અસ્તિતત્વ જોવા મળ્યું અને એ દેશ એટલે પાકિસ્તાન. પરંતુ શું તમને ખબર છે કે પાકિસ્તાનને પાકિસ્તાન એવું નામ કોણે આપ્યું? જો આ સવાલનો જવાબ નામાં હોય તો આ સ્ટોરી તમારે છેલ્લે સુધી વાંચી જવી પડશે એટલે તમને ખ્યાલ આવશે કે પાકિસ્તાનનું નામકરણ કોણે કર્યું છે-

આપણ વાંચો: પાકિસ્તાની હિરોઈનની ફિલ્મે ભારતમાં રચ્યો ઈતિહાસ, કઈ ફિલ્મ છે, જાણો?

ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે ભલે મોહમ્મદ અલી ઝીણાને જવાબદાર ઠેરવવામાં આવતા હોય કે જવાબદાર માનવામાં આવતા હોય પરંતુ એ વાત પણ એટલી જ હકીકત છે કે મુસ્લિમોના ધર્મના આધારે એક અલગ દેશ હોવો જોઈએ એવો વિચાર પહેલી વખત ચૌધરી રહેમત અલીએ રજૂ કર્યો હતો.

પાકિસ્તાનના નામને લઈને અલગ અલગ સ્ટોરીઓ સામે આવતી હોય છે અને એમાંથી જ એક સ્ટોરી મુસ્લિમ રાષ્ટ્રવાદી ચૌધરી રહેમત અલી સાથે પણ જોડાયેલી છે. તેમણે એક પેમ્ફલેટ તૈયાર કર્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યા અનુસાર આ પેમ્ફલેટમાં પહેલી વખત પાકસ્તાન (Pakstan) શબ્દનો ઉપયોગ કર્યો હતો.

આપણ વાંચો: ભારત અને પાકિસ્તાનની મેચ પછી મહારાષ્ટ્રમાં પાકિસ્તાનના સમર્થનના લાગ્યા નારા, સરકારે શું કહ્યું, જાણો?

આ નામ નવા રાષ્ટ્રમાં સામેલ પ્રાંતોને જોડીને બનાવવામાં આવ્યું હતું. જેમાં પંજાબમાંથી પી, એથી અફઘાનિસ્તાન, કેથી કાશ્મીર, એસથી સિંધ અને તાનથી બલુચિસ્તાન. બાદમાં આ નામમાં એક આઈ ઉમેરીને આનું નામ પાકિસ્તાન એવું કરવામાં આવ્યું હતું.

વાત કરીએ ચૌધરી રહેમત અલીની તો પાકિસ્તાન શબ્દનો અર્થ પવિત્ર ભૂમિ એવો થાય છે અને આ શબ્દ એ ફારસી અને ઉર્દૂ ભાષાનો શબ્દ છે. પાકિસ્તાન શબ્દનો ઉપયોગ 1933માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી ચૌધરી રહેમત અલી દ્વારા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. તેના મુખ્ય શહેરો કરાચી, લાહોર અને રાવલપિંડી છે. આ એ જ વિસ્તાર છે જે ભારતથી અલગ થયો હતો.

આ સ્ટોરી વિશે તમને ખબર હતી? નહીં ને? ચાલો ફટાફટ તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ સ્ટોરી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરો અને આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button