હિન્દુધર્મમાં પીપળો કેમ પૂજાય છે ખબર છે, માત્ર ધાર્મિક નહીં આ વૈજ્ઞાનિક કારણ પણ છે…

વૃક્ષો આપણા ધરતીનો શ્વાસ છે, જે હવાને શુદ્ધ કરી જીવનને ટકાવી રાખે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે? આ પ્રશ્નનો જવાબ એટલો સરળ નથી, કારણ કે ઓક્સિજનનું ઉત્પાદન વૃક્ષની જાત, કદ, પાંદડાઓ અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. મોટા, ઘટાદાર વૃક્ષો પ્રકાશસંશ્લેષણ દ્વારા વધુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જે આપણા પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે. ચાલો, આવા કેટલાક વૃક્ષો વિશે જાણીએ.
ઓક્સિજન ઉત્પાદનનું વિજ્ઞાન
વૃક્ષો પ્રકાશસંશ્લેષણ દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જેમાં પાંદડાઓ સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. વધુ પાંદડાઓ અને મોટું કદ ધરાવતા વૃક્ષો આ પ્રક્રિયામાં વધુ કાર્યક્ષમ હોય છે. પુખ્ત વૃક્ષો નાના છોડની સરખામણીમાં ઘણું વધારે ઓક્સિજન આપે છે.
આ ઉપરાંત, જમીનની ફળદ્રુપતા, પાણીની ઉપલબ્ધતા અને સૂર્યપ્રકાશનું પ્રમાણ પણ ઓક્સિજન ઉત્પાદનની પ્રક્રિયામાં મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે. ઘટાદાર શાખાઓવાળા વૃક્ષો વધુ સૂર્યપ્રકાશ શોષીને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે.
ક્યાં વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે?
ઘણા વૃક્ષો સૌથી વધું ઓક્સિજન ઉત્પાદનમાં કરે છે. જેમાં પીપળાનું ઝાડ, જે હિન્દુ ધર્મમાં પવિત્ર અને બૌદ્ધ ધર્મમાં બોધિ વૃક્ષ તરીકે ઓળખાય છે, 60-80 ફૂટની ઊંચાઈએ પહોંચીને આ ઝાડ સૌથી વધુ ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે. વડનું વૃક્ષ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ તરીકે ઓળખાય છે, તેની વિશાળ છાયા અને ઝાડા પાંદડાઓને કારણે તે પણ ઓક્સિજનનું નોંધપાત્ર ઉત્પાદન્ન કરે છે. લીમડો, એક સદાબહાર ઝાડ છે, જે કાર્બન ડાયોક્સાઇડ ઉપરાંત સલ્ફર અને નાઇટ્રોજન જેવા પ્રદૂષકો શોષીને હવાને શુદ્ધ રાખે છે.
અશોક વૃક્ષ ઓક્સિજન બનાવવા સાથે તેના સુગંધિત ફૂલો પર્યાવરણને મનોહર બનાવે છે અને ઝેરી વાયુઓ શોષે છે. અર્જુન વૃક્ષ, જે આયુર્વેદિક ગુણો અને ધાર્મિક મહત્વ ધરાવે છે, હવાને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન આપે છે. જામુનનું વૃક્ષ, જે 50-100 ફૂટ ઊંચું થાય છે, પ્રદૂષકોને શોષીને ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. આ વૃક્ષો શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા સુધારવા, તાપમાન નિયંત્રિત કરવા અને છાંયડો પૂરો પાડવામાં મદદરૂપ છે.
આ મામલે પર્યાવરણ નિષ્ણાંતોનું માનવું છે કે, આપણે વૃક્ષારોપણના મહત્વ પર ભાર મુકવો જોઈએ. ખાસ કરીને જ્યારે ઓક્સિજનની અછત જેવી સમસ્યાઓ સામે આવે છે. વધુ વૃક્ષો વાવવાથી ઓક્સિજનની કટોકટી જેવી સમસ્યાનો સમાનો કરવો મુશ્કેલ નહીં બને. તેમના મતે, વૃક્ષો એ ઓક્સિજનનો સૌથી મોટો સ્ત્રોત છે. પીપડા, વડ, લીમડો, અશોક, અર્જુન અને જાબુ જેવા વૃક્ષો વાવીને આપણે પર્યાવરણને હરિયાળું અને સ્વસ્થ બનાવી શકીએ છીએ.
આ પણ વાંચો…ઘરમાં ઊગી નીકળે છે પીપળો? ભૂલથી પણ તેને કાપતા નહીં, જાણી લો આ નિયમો