AI પાંચ વર્ષમાં ક્યા સેક્ટરની નોકરીઓ સાવ ખાઈ જશે ?

સમય સાથે ટેક્નોલોજી પણ હરણફાળ ભરી રહી છે. સમયની ધીમે ધીમે ટેક્નોલોજી માણસની જગ્યા લઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી કામ એટલું સરળ બન્યું છે કે બે માણસનું કામ એક માણસ AI ની મદદથી પૂર્ણ કરી શકે છે. નિષ્ણાંતો દ્વારા એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આગામી પાંચ વર્ષમાં ઘણા એવા સેક્ટર છે, જ્યા માણસોની જગ્યાએ માત્ર AIનો ઉપયોગ થશે. જ્યારે Chat Gpt અને Grok સાથે મુંબઈ સમાચારની ટીમે વાત કરી ત્યારે બંને AI શું જવાબ લખ્યો તે આવો જાણીએ…

AI દ્વારા થનારા કામો
ChatGPTના જણાવ્યા અનુસાર, હાલમાં ઘણી કંપનીઓ AI ચેટબોટ્સનો ઉપયોગ કરે છે, અને આગામી પાંચ વર્ષમાં આ સિસ્ટમ એટલી સ્માર્ટ થઈ જશે કે કસ્ટમર કેસ અને ઓનલાઈન ગ્રાહક સેવામાં માનવીય હસ્તક્ષેપ નહીંવત રહે. આ ઉપરાંત, Grokનું કહેવું છે કે ડેટા વિશ્લેષણ અને બિઝનેસ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં સ્વચાલિત રિપોર્ટિંગ સંપૂર્ણપણે AI દ્વારા થશે. બંને AI ટૂલ્સે એ વાત પર ભાર મૂક્યો કે ગ્રાહક સેવા, કન્ટેન્ટ નિર્માણ અને ડેટા આધારિત કામોમાં AIનું વર્ચસ્વ વધશે.
ગ્રાહક સેવા અને કન્ટેન્ટ નિર્માણ
ChatGPTના મતે, ન્યૂઝ સારાંશ, પ્રોડક્ટ વર્ણન અને બ્લોગ આઈડિયા જેવા મૂળભૂત કન્ટેન્ટ નિર્માણનું કામ AI દ્વારા થશે, જ્યારે ઉચ્ચ-સ્તરની લેખન કળામાં જ માનવીય સર્જનાત્મકતાની જરૂર રહેશે. Grok પ્રમાણે જાહેરાતો અને સોશિયલ મીડિયા પોસ્ટ જેવું કન્ટેન્ટ પણ AI દ્વારા સેકન્ડોમાં તૈયાર થશે. આ ઉપરાંત, ગ્રાહક સેવામાં વર્ચ્યુઅલ સહાયકો અને ચેટબોટ્સ બુનિયાદી સેવાઓ સંભાળશે, જેનાથી માનવ કર્મચારીઓની જરૂર ઘટશે.
ડેટા અને મેડિકલ ક્ષેત્રમાં AI
AI હાલમાં જ ડેટા એન્ટ્રી, દસ્તાવેજોની ચકાસણી અને ફોર્મ સ્કેનિંગ જેવા કામોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ChatGPT પ્રમાણે આવનારા વર્ષોમાં આ કામો માનવીઓ કરતાં વધુ કાર્યક્ષમતાથી AI દ્વારા થશે. જ્યારે Grok પ્રમાણે મેડિકલ ડાયગ્નોસ્ટિક્સમાં રેડિયોલોજી અને પેથોલોજી જેવા ક્ષેત્રોમાં AI પ્રાથમિક વિશ્લેષણ કરશે. ઉદાહરણ તરીકે, X-Ray અને MRI જેવી મેડિકલ ઈમેજનું વિશ્લેષણ AI દ્વારા ઝડપથી થઈ શકશે, જે ડોક્ટરોની મદદ કરશે.

પાંચ વર્ષમાં AIથી કેટલા લોકોની નોકરી જશે?
અત્યાર તમામ કંપની ધીમે ધીમે AIના ઉપયોગ તરફ જઈ રહી છે. ત્યારે આગામી સમયમાં કેટલા માણસોની જગ્યા AI લઈ શકે તે વિષય પર પુછવામાં આવતા ChatGpt એ જવાબ આપ્યો કે વિશ્વભરમાંથી આગામી પાંચ વર્ષમાં 20-30 ટકા નોકરી પર AIની સીધી અસર જોવા મળશે. જ્યારે Grok પ્રમાણે વિશ્વ ભરમાં 12-18 ટકા કર્મચારીઓની જગ્યા AI સંપૂર્ણપણ લઈ શકે છે.

અન્ય ક્ષેત્રોમાં AIનું યોગદાન
Grokના મતે, લોજિસ્ટિક્સમાં વેરહાઉસ મેનેજમેન્ટ અને રૂટ ઑપ્ટિમાઈઝેશન જેવા કામો AI દ્વારા સંચાલિત થશે. આ ઉપરાંત, શેર માર્કેટ વિશ્લેષણ, નાણાકીય આયોજન અને ખર્ચ વ્યવસ્થાપનમાં AIનો ઉપયોગ વધશે. ChatGPTએ જણાવ્યું કે ભાષાંતર અને ઑડિયોમાંથી ટેક્સ્ટ નીકાળવાનું કામ પણ સંપૂર્ણપણે AI પર સ્થળાંતરિત થશે. Grokએ ઉમેર્યું કે શિક્ષણમાં AI ટ્યૂટર્સ વ્યક્તિગત શિક્ષણ આપશે, જ્યારે કાનૂની દસ્તાવેજોનું વિશ્લેષણ, જેમ કે કોન્ટ્રાક્ટ રિવ્યૂ, પણ AI દ્વારા થશે. આ બધું દર્શાવે છે કે AI આગામી પાંચ વર્ષમાં ઘણા ક્ષેત્રોમાં માનવીય હસ્તક્ષેપને નોંધપાત્ર રીતે ઘટાડશે.
આપણ વાંચો: વાસી રોટલી ખાવાનું પસંદ ન કરતા હો તો આ વાંચો, આજથી ગપાગપ ખાવા માંડશો