Diabetes ના દર્દીઓ માટે આ ફળ ખાસ ફાયદાકારક, વજન ઉતારવામાં પણ થશે મદદગાર
ડાયાબિટીસ એક એવો રોગ છે જેના દર્દીઓ માટે ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે (Diabetes Care Tips). જો ડાયાબિટીસનો દર્દી કંઈપણ વિચાર્યા વગર ખાય તો લોહીમાં શુગર લેવલ ઝડપથી વધવા લાગે છે. ઉપવાસથી લઈને ભોજન પછી, શુગરનું હાઇ લેવલ થવાથી શરીરના ઘણા અંગો પર તેની અસર થઈ શકે છે. હાઈ બ્લડ શુગરની અસર ફેફસાં, કિડની અને આંખો પર વધુ જોવા મળે છે.
હાઈ બ્લડ સુગર રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે જે પાછળથી કિડની રોગ તરફ દોરી શકે છે. જ્યારે ડાયાબિટીસના દર્દીઓમાં હાઈ બ્લડ સુગર હોય છે, ત્યારે શરીરમાં ઘણા લક્ષણો દેખાવા લાગે છે જેમ કે તરસ, અસ્પષ્ટ દ્રષ્ટિ, નબળાઇ, થાક, શુષ્ક મોં, પેટમાં દુખાવો, ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ.
આ પણ વાંચો: Health Tips: ડાયાબિટીસનું આ લક્ષણ ફક્ત રાત્રે જ દેખાય છે! જો જો હો ક્યાંક તમને…
ડાયાબિટીસના દર્દીઓ માટે ફળોનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ફળો પોષક તત્વોના પાવરહાઉસ છે, જેનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. કેટલાક ફળોનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે જ્યારે કેટલાક બ્લડ સુગરમાં વધારો કરે છે. કેળા, દ્રાક્ષ, સાપોટા અને કેરીનું સેવન કરવાથી લોહીમાં શુગર લેવલ વધે છે. ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર કેળાનું સેવન કરવાનું ટાળે છે.
કેળામાં પોટેશિયમ, વિટામિન સી અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જેનું સેવન કરવાથી શરીર માટે ફાયદાકારક હોય છે. ડાયાબિટીસના દર્દીઓ કેળાનું સેવન કરવાનું ટાળે છે કારણ કે તેમાં હાઇ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. જો ડાયાબિટીસના દર્દીઓને કેળું ખાવાનું મન થાય તો લીલા કેળા ખાવા જોઈએ. ચાલો જાણીએ કે લીલા કેળા લોહીમાં શુગર લેવલને કેવી રીતે કંટ્રોલ કરે છે.
આ પણ વાંચો: શું ખાંડ ખાવાથી ખરેખર ડાયાબિટીસ થાય છે?
ક્લિનિકલ ડાયેટિશિયન અને એક સર્ટિફાઇડ ડાયાબિટીસ એજ્યુકેટરે જણાવ્યું હતું કે લીલા કેળાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. લીલા કેળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરને રોગોથી બચાવે છે. લીલા કેળામાં વધુ પ્રતિરોધક સ્ટાર્ચ અને ઓછી શુગર હોય છે જે પાકેલા કેળાથી સંપૂર્ણપણે અલગ હોય છે. લીલા કેળામાં હાજર પ્રતિરોધક સ્ટાર્ચ બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. પાકેલા કેળામાં શુગરની માત્રા વધુ હોય છે, જે બ્લડ સુગર વધારી શકે છે. લીલું કેળું ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
નિષ્ણાંતોના મતે લીલા કાચા કેળા પાકેલા કેળા જેટલા જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોઈ શકે છે. લીલા કેળામાં જોવા મળતા પ્રતિરોધક સ્ટાર્ચ એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે જે પાચનને અટકાવે છે, પ્રીબાયોટિક તરીકે કામ કરે છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીલા કેળા શોર્ટ-ચેઈન ફેટી એસિડના ઉત્પાદનમાં વધારો કરે છે જે આંતરડાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો કરે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતના સમાચાર, ઇન્જેક્શનના બદલે મોં વાટે લઇ શકાય તેવા ઇન્સ્યુલિન સ્પ્રેની થઇ શોધ
જો તમારે વજન ઓછું કરવું હોય તો લીલા કેળાનું નિયમિત પણે સેવન કરો. લીલા કેળામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે ભૂખને શાંત કરે છે અને શરીરને એનર્જી આપે છે. લીલા કેળામાં ઓછી કેલરી હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં અસરકારક છે. લીલા કેળામાં હાજર ફાઇબર ભૂખને શાંત કરે છે અને ખોરાકની લાલસાને નિયંત્રિત કરે છે.