વિશ્વના કયા દેશમાં છે સૌથી વધુ શ્વાન? ભારતનો ક્રમ જાણીને નવાઈ લાગશે! | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

વિશ્વના કયા દેશમાં છે સૌથી વધુ શ્વાન? ભારતનો ક્રમ જાણીને નવાઈ લાગશે!

પાટનગર દિલ્હીમાં પાલતુ શ્વાન અને મુંબઈમાં કબૂતર મુદ્દે આ મહિનામાં જોરદાર વિવાદ ઊભો થયો હતો. આ બંને મુદ્દે જાનવરપ્રેમીઓએ ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી, જ્યારે પ્રશાસન પણ હરકતમાં આવી ગયું હતું. શ્વાન હંમેશાં માણસનો સૌથી ‘વફાદાર મિત્ર’ માનવામાં આવે છે. ગામડાની શેરીઓથી લઈને શહેરના ફ્લેટ સુધી, તેમની હાજરી દરેક જગ્યાએ જોઈ શકાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાના કયા દેશોમાં સૌથી વધુ શ્વાન છે? ક્યાંક તેમને પરિવારનો સભ્ય બનાવીને ખૂબ પ્રેમ કરવામાં આવે છે, તો ક્યાંક શેરીઓમાં તેમની વધતી સંખ્યા સરકાર અને સમાજ માટે એક મોટો પડકાર બની જાય છે. ચાલો જાણીએ ટોચના 10 દેશોની યાદી, જ્યાં શ્વાનની સંખ્યા સૌથી વધુ છે.

રોમાનિયા

અહીં લગભગ 41 લાખ શ્વાન છે. 1980ના દાયકામાં જ્યારે લોકો ગામડા છોડીને શહેરોમાં સ્થળાંતરિત થયા ત્યારે ઘણા શ્વાન પાછળ રહી ગયા અને ધીમે ધીમે અહીં રખડતા કૂતરાઓની સંખ્યા વધતી ગઈ. એક સમયે, સરકારે તેમને નાબૂદ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ NGO અને પ્રાણી અધિકાર સંગઠનોના વિરોધને કારણે તેને રોકવું પડ્યું હતું.

ફ્રાન્સ

ફ્રાન્સમાં લગભગ 74 લાખ શ્વાન છે. અહીં દરેક પાલતુ શ્વાન માટે માઇક્રોચિપ અને રેબીઝ રસીકરણ કરાવવું ફરજિયાત છે, જેના કારણે રોગોના કેસ ખૂબ ઓછા છે. પરંતુ દુઃખની વાત એ છે કે દર વર્ષે લોકો હજારો કૂતરાઓને ત્યજી દે છે.

આર્જેન્ટિના

અહીં લગભગ 92 લાખ શ્વાન રહે છે. લોકો તેમને નાના એપાર્ટમેન્ટમાં પણ રાખવાનું પસંદ કરે છે. સરકાર સતત રસીકરણ અને નસબંધી ઝુંબેશ ચલાવીને સંખ્યાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.

ફિલિપાઇન્સ

ફિલિપાઇન્સમાં લગભગ 1.16 કરોડ શ્વાન છે. હડકવાથી થતા મૃત્યુ લાંબા સમયથી અહીં ચિંતાનો વિષય રહ્યા છે. હવે સરકારે હત્યા કરવાને બદલે રસીકરણ અને નસબંધી અપનાવી છે.

જાપાન

જાપાનમાં અંદાજે 1.2 કરોડ શ્વાન છે. અહીં ઘણા લોકો શ્વાનને બાળકોની જેમ પરિવારનો ભાગ માનવામાં આવે છે. આ જ કારણ છે કે જાપાનનો પાલતુ ઉદ્યોગ 10 અબજ ડોલરથી વધુનો છે.

રશિયા

રશિયામાં લગભગ 1.5 કરોડ શ્વાન છે. અહીં “મેટ્રો ડોગ” પણ પ્રખ્યાત છે, જેઓ ટ્રેન અને બસમાં મુસાફરી કરવાનું જાણે છે. સરકાર અને સામાન્ય લોકો સાથે મળીને તેમની સંભાળ રાખે છે.

ભારત

વૈશ્વિક અર્થતંત્રની જેમ શ્વાનની બાબતમાં પણ ભારત ચોથા સ્થાને છે!! ભારતમાં લગભગ 1.53 કરોડ રખડતા કૂતરા છે. આ દેશ માટે એક મોટો પડકાર છે. સરકારે લક્ષ્ય રાખ્યું છે કે એક વર્ષમાં 70 ટકા શ્વાનનું રસીકરણ અને નસબંધી કરવામાં આવશે, જેથી તેમની સંખ્યા નિયંત્રિત કરી શકાય અને લોકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

ચીન

ચીનમાં લગભગ 2.74 કરોડ શ્વાન છે. પહેલા કેટલાક શહેરોમાં ડોગ રાખવા પર પ્રતિબંધ હતો, પરંતુ હવે લોકો તેમને પાલતુ તરીકે વધુને વધુ પાળવામાં આવે છે, પરિણામે, ચીનનું પાલતુ ડોગને રાખવાની માર્કેટ પણ ઝડપથી વધી રહી છે.

બ્રાઝિલ

બ્રાઝિલમાં લગભગ 3.57 કરોડ શ્વાન છે. અહીંના દરેક બીજા ઘરમાં એક પાલતુ ડોગ રાખવામાં આવે છે. સરકારે રસીકરણ અને આરોગ્ય માટે એક મજબૂત વ્યવસ્થા બનાવી છે.

અમેરિકા

અમેરિકા ટોચ પર છે, જ્યાં લગભગ 7.58 કરોડ શ્વાન છે. અહીં કૂતરાઓ માટે ઉદ્યાનો, માવજત કેન્દ્રો અને કડક પ્રાણી સંરક્ષણ કાયદાઓ છે. પ્રાણીઓ પર ક્રૂરતાના કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button