ફ્લાઈટમાં આપવામાં આવતા બ્લેન્કેટ આટલા સમયે ધોવામાં આવે છે…

સામાન્યપણે એવું જોવા મળે છે કે ભારતીય રેલવેમાં ટ્રેનોમાં આપવામાં આવતા બ્લેન્કેટ અને ચાદર ક્યારે ધોવાય છે એને લઈને એક અલગ જ ડિબેટ છેડાયેલી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જ્યારે તમે ફ્લાઈટમાં પણ તમને બ્લેન્કેટ આપવામાં આવે છે એ બ્લેન્કેટ ક્યારે અને કેટલા સમય બાદ ધોવાતા હોય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
આપણામાંથી ઘણા લોકોને ફ્લાઈટમાં આપવામાં આવેલા બ્લેન્કેટ યુઝ કરતી વખતે એકાદ વખત તો મનમાં સવાલ આવતો હોય છે કે આખરે આ બ્લેન્કેટ ક્યારે ધોવાનું હશે, ધોવાયું હશે કે નહીં? જોકે, આ સવાલનો જવાબ કોઈ ચોક્કસ જવાબ તો નથી, એનો આધાર તમે કઈ એરલાઈન લો છો એના પર આધાર રાખે છે.
આપણ વાંચો: મુંબઈ-વારાણસી ફ્લાઈટમાં મહિલાનું મોત, છત્રપતિ સંભાજીનગરમાં ઈમર્જન્સી લેન્ડિંગ
ઈન્ટરનેશનલ સર્વિસ પૂરી પાડતી એરલાઈન દરેક ફ્લાઈટ બાદ બધું સાફ સૂથરું રાખવાનો પ્રયાસ કરે છે. ભલે હી આ માટે પાણી, વીજળી અને મહેનત કેમ ના લાગે? એક યુટ્યૂબરે કતર એરવેઝની દોહામાં સફાઈ સુવિધાઓને દેખાડી હતી.
તેણે દેખાડ્યું હતું કે તમામ બ્લેન્કેટને વોશિંગ મશીનમાં ધોવામાં આવે છે. આ મશીન દરરોજ 1,00,000 કવરિંગને સાફ કરવા સક્ષમ છે. તેણે એ પણ જણાવ્યું હતું કે કન્વેયર બેલ્ટ પર બ્લેન્કેટ રાખવાના એક કલાકની અંદર જ આ વિમાનમાં રાખવા માટે તૈયાર થઈ જાય છે.
આપણ વાંચો: નીતા અંબાણી જેટલી અમીર નથી, પણ તેમ છતાં દરરોજ ફ્લાઈટમાં ઓફિસ જાય છે આ મહિલા…
જે સમયે પણ તમે એરલાઈન્સમાં ટ્રાવેલ કરો છો અને તમને બ્લેન્કેટ પ્લાસ્ટિકમાં સારી રીતે વીંટાળીને મળે છે તો એનો અર્થ થાય છે કે આ બ્લેન્કેટની સારી રીતે સફાઈ થાય છે. ફ્લાઈટમાં આપવામાં આવતા બ્લેન્કેટ્સને ઉકળતા ગરમ પાણીમા ધોવામાં આવે છે અને ત્યાર બાદ તેને પેક કરવામાં આવે છે.
આ બાબતે પૂર્વ ફ્લાઈટ એટેન્ડન્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે કેટલી ક એરલાઈન સીટ પર કે પ્રવાસીઓના કહેવા પર બ્લેન્કેટ ઉપલબ્ધ કરાવી આપે છે. આવી સ્થિતિમાં એવું નથી કે એ બ્લેન્કેટ નથી ધોવાયેલા. ટૂંકમાં કહીએ તો એરલાઈન હોય કે ટ્રેન તમને આપવામાં આવતા બ્લેન્કેટ્સ સાફ સુથરા હોય છે.