મિસ કોલ્સ હવે નહીં થાય મિસ: વોટ્સએપ લોન્ચ કરશે તેના બે નવા ફિચર્સ, જાણો ખાસીયત | મુંબઈ સમાચાર

મિસ કોલ્સ હવે નહીં થાય મિસ: વોટ્સએપ લોન્ચ કરશે તેના બે નવા ફિચર્સ, જાણો ખાસીયત

દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ ફરી એકવાર નવા ફીચર્સને લઈને ચર્ચામાં છે. યૂઝર્સની સુવિધા વધારવા અને ટેલિગ્રામ, સ્નેપચેટ તેમજ જેક ડોર્સીની નવી એપ બિટચેટને ટક્કર આપવા માટે વોટ્સએપ બે નવા ફીચર્સનું પરીક્ષણ કરી રહી છે. આ ફીચર્સ યૂઝર્સના અનુભવને વધુ સરળ અને આનંદદાયક બનાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે.

વોટ્સએપ એક નવું કોલ રિમાઇન્ડર ફીચર રજૂ કરી રહ્યું છે, જે યૂઝર્સને મિસ કોલ્સને યાદ રાખવામાં મદદ કરશે. એક રિપોર્ટ મુજબ, આ ફીચરનું પરીક્ષણ Android Beta વર્ઝન 2.25.22.5માં શરૂ થયું છે.

આ ફીચર દ્વારા યૂઝર્સ મિસ્ડ કોલ માટે રિમાઇન્ડર સેટ કરી શકે છે, જેમાં 2 કલાક, 8 કલાક, 24 કલાક કે પછી કસ્ટમ સમયના વિકલ્પો ઉપલબ્ધ હશે. આ ફીચર ખાસ કરીને તે લોકો માટે ઉપયોગી છે જેઓ મીટિંગ, ક્લાસ કે અન્ય કામમાં વ્યસ્ત હોવાને કારણે કોલનો જવાબ આપી શકતા નથી.

આપણ વાંચો: આ નંબરથી વોટ્સએપ કોલ આવે ચેતી જજો; પાકિસ્તાની એજન્ટોની નવી ચાલ

કોલ રિમાઇન્ડરનો ફાયદો

ઘણી વખત લોકો મિસ્ડ કોલને ભૂલી જાય છે અને પછી કોને કોલબેક કરવાનું રહી જાય છે. આ નવું ફીચર આ સમસ્યાને દૂર કરશે. વોટ્સએપ સમયસર નોટિફિકેશન મોકલીને યૂઝર્સને યાદ અપાવશે કે તેમણે કોને કોલ કરવાનો છે. આ ફીચર ખાસ કરીને વ્યસ્ત શેડ્યૂલ ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેથી તેઓ મહત્વના કોલ્સ ચૂકી ન જાય.

વોટ્સએપ બીજા એક નવા ફીચરનું પરીક્ષણ કરી રહી છે, જે યૂઝર્સને Instagram અને Facebook પરથી સીધા જ પ્રોફાઇલ ફોટો ઇમ્પોર્ટ કરવાની સુવિધા આપશે. હવે યૂઝર્સે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલની તસવીરને ગેલેરીમાં ડાઉનલોડ કર્યા વિના વોટ્સએપ પર સેટ કરી શકાશે.

આપણ વાંચો: એએમટીએસની ફરિયાદ હવે વોટ્સએપથી કરી શકાશે, બે નંબર કર્યા જાહેર…

આ ફીચરથી સમયની બચત થશે અને પ્રોફાઇલ ફોટો અપડેટ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. આ ફીચર મેટા એકાઉન્ટ્સ સેન્ટર સાથે લિંક કરવું પડશે, પરંતુ તે યૂઝર્સની ગોપનીયતા અને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને અસર નહીં કરે.

આ બંને ફીચર્સ હાલમાં ટેસ્ટિંગના તબક્કામાં છે અને ફક્ત બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આગામી થોડા અઠવાડિયા કે મહિનાઓમાં આ ફીચર્સને તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે. આ નવા ફીચર્સ વોટ્સએપના યૂઝર અનુભવને વધુ સારો અને સરળ બનાવશે. આ ફિચર્સ વોટ્સએપને અન્ય મેસેજિંગ એપ્સ સાથેની સ્પર્ધામાં આગળ રાખશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button