સ્પેશિયલ ફિચર્સ

WhatsApp માં આજે જ બંધ કરી દો આ પાંચ સેટિંગ નહીં તો…

ભારતમાં વોટ્સએપ (WhatsApp) યુઝર્સની સંખ્યા ખૂબ જ મોટી છે અને નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ ખૂબ સરળતાથી આ એપનો ઉપયોગ કરીને ચેટિંગ, ફોટો, વીડિયો અને ફાઈલ શેરિંગ વગેરે કરે છે. પરંતુ આ વોટ્સએપ જ્યારે આપણે ફોનમાં ઈન્સ્ટોલ કરીએ છીએ ત્યારે જ બાય ડિફોલ્ટ કેટલીક સેટિંગ ઓન થઈ જાય છે, જે આપણી પ્રાઈવસી અને સિક્યોરિટી સામે જોખમરૂપ સાબિત થઈ શકે એમ છે. આજે અમે અહીં તમને આવી જ કેટલીક સેટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સેટિંગને ઓફ કરી દેવામાં જ સમજદારી છે, ચાલો જોઈએ કઈ છે આ સેટિંગ-

આ પણ વાંચો : WhatsApp પર તમે પણ કરો છો આ કામ તો પહોંચી જશો જેલના સળિયા પાછળ…

લાસ્ટ સીનઃ

વોટ્સએપના આ ફિચરમાં સામેવાળી વ્યક્તિને માહિતી મળે છે કે તમે કેટલા સમય પહેલાં વોટ્સએપ જોયું હતું, જો તમે ઈચ્છો છો કે બાકીના લોકોને તમારા ઓનલાઈન સ્ટેટ્સ કે લાસ્ટ સીનની માહિતી ના મળે તો તરત જ લાસ્ટ સીનના ઓપ્શનને ડિસેબલ કરી દો.

પ્રોફાઈલ ફોટો પણ કરો હાઈડઃ

ઘણી વખત તમારા જ પ્રોફાઈલ પિક્ચરને કોપી કરીને તેનો મિસયુઝ થઈ શકે છે, એટલે જો તમે ઈચ્છો છો કે તમારું પ્રોફાઈલ પિક્ચર કોઈને ના દેખાય તો તેને હાઈડ કરી દો. પ્રાઈવસી સેટિંગમાં જઈને તમારે બાય ડિફોલ્ટ એવરીવનનું ઓપ્શન સિલેક્ટ હશે એને માય કોન્ટેક્ટ્સ કે જેમની સાથે ડીપી શેર કરવા માંગો છો તેમના નામ સિલેક્ટ કરવા પડશે.

અબાઉટ સેક્શન અને સ્ટેટસ પ્રાઈવસીઃ

વોટ્સએપ પર પ્રોફાઈલ ફોટોની જેમ જ પોતાના વિશે લખવા માટે અબાઉટ અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ સ્ટેટ્સ શેર કરવાનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. જો તમે લોકોથી તમારું એબાઉટ સેક્શન અને સ્ટેટસ છુપાવવા માંગો છો તો તમારે એની પ્રાઈવસી સેટિંગમાં જઈને તમે એમાં ચેન્જિસ કરી શકો છો.

ગ્રુપમાં એડ કરવાની રિક્વેસ્ટઃ

મેટાના ઓનરશિપવાળા મેસેજિંગ એપે થોડાક સમય પહેલાં જ આ મહત્વનું ફિચર યુઝર્સને આપ્યું છે અને આ એને કારણે તમને કોઈ પણ પરમિશન વિના ગ્રુપમાં એડ કરી શકશે નહીં. જોકે, આ ફિચર પણ બાય ડિફોલ્ટ ઈનેબલ નથી હોતું એને પણ ઓન કરવું પડે છે.

આ પણ વાંચો : ઘરના દરવાજા પર લાલ રિબિન સાથે બાંધીને લટકાવો આ એક વસ્તુ, થશે લખલૂટ ધનવર્ષા…

રીડ રિસીટ્સ પણ કરો ડિસેએબલઃ

પ્લેટફોર્મ પર કોઈ પણ તમારો મેસેજ વાંચી લે છે તો તમને બ્લ્યુ ટીક જોવા મળે છે અને એને કારણે સામેવાળાને ખબર પડી જાય છે કે તમે એમનો મેસેજ વાંચી લીધો છે. જો તમે ઈચ્છો છો કે સામેવાળાને એ વાતની જાણ ના થાય કે તમે એનો મેસેજ વાંચી લીધો છે તો તમે રીડ રિસીટ્સ ઓફ કરી શકો છો. જોકે, આ સેટિંગ ઓન કર્યા બાદ તમે પણ તમારા મેસેજ કોઈએ વાંચ્યો છે કે નહીં એ નહીં જાણી શકો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button