WhatsApp Screen Mirroring Fraud: આ નવી બલાથી બચીને રહેજો નહીંતર ખિસ્સા ખાલી જઈ જશે

જેટલો ઑનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારો થઈ રહ્યો છે, તેટલો જ વધારે સાયબર ફ્રોડમાં થઈ રહ્યો છે. હજુ તો તમે એકાદ સાયબર ફ્રોડથી બચવા તમારા મોબાઈલમા્ં સિટંગ્સ એ પ્રમાણે કરો ત્યાં બીજી કોઈ ટેકનિક આ ગઠિયાઓ શોધી લે છે ને કોઈને કોઈ તેમનો શિકાર બની જાય છે.
ખાસ કરીને જે લોકો ટેકનોસેવી નથી અથવા તો તેમની વાતોમાં આવી ડરી જાય છે તેઓ લાખો કે કરોડો ગુમાવી દે છે અને ગુમાવ્યા બાદ તેમને અહેસાસ થાય છે કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે.
આપણ વાંચો: શૅર ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચે સાયબર ફ્રોડ: યુવાન થાણેમાં પકડાયો
આ નવા ફ્રોડના નુસ્ખાઓમાં હે વૉટ્સએપ સ્ક્રીન મિરરિંગ પણ જોડાયું છે. અમુક કંપની પોતાના કાર્ડધારકોને આ મામલે ચેતાવણી આપી રહ્યા છે.
ઓનલાઈન છેતરપિંડીની સંખ્યા ઘણી વધી ગઈ છે અને એક નવો ખતરો છે વોટ્સએપ સ્ક્રીન મિરરિંગ સ્કેમ. આ છેતરપિંડીમાં સાયબર ગુનેગારો લોકોને સ્ક્રીન શેરિંગ શરૂ કરવા માટે છેતરપિંડી કરે છે અને પછી તેમની ખાનગી માહિતી જેમ કે OTP, બેંક વિગતો, પાસવર્ડ અને મેસેજ ચોરી લે છે.
આપણ વાંચો: શેરબજારમાં નફાની લાલચ આપી 2. 89 કરોડનું સાયબર ફ્રોડ, પોલીસે તપાસ શરુ કરી
મોડેસ ઓપરન્ડી સરખી જ
ડિજિટલ એરેસ્ટની જેમ જ આવી છેતરપિંડીમાં પણ તમને કોઈ બેંક કે ફાઈનાન્સ કંપનીના કર્મચારીનો ફોન આવશે. ફોનમાં તમને તમારા બેંક અકાઉન્ટમાં સમસ્યા હોવાનું કહી વીડિયો કૉલ કરે છે અને સ્ક્રીન શેર કરવાનું કહે છે. એકવાર તમે સ્ક્રીન શેર કરી દો ત્યારબાદ તેઓ તમારી રીયલ-ટાઈમ એક્ટિવિટી જોઈ શકશે..
જ્યારે તમે તમારા મોબાઇલ પર તમારી બેંકિંગ એપ્લિકેશનો, UPI અથવા અન્ય એપ્લિકેશનોનો ઉપયોગ કરતી વખતે તમારો પાસવર્ડ અથવા OTP દાખલ કરો છો, ત્યારે હેકર્સ તરત જ તેને જુએ છે અને તેનો ઉપયોગ તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા અથવા અન્ય વ્યવહારો માટે કરે છે.
ક્યારેક ગુનેગારો તમારા મોબાઇલ પર કીબોર્ડ લોગર્સ નામનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરે છે. આ કારણે, તમે જે પણ શબ્દો લખો છો, પાસવર્ડ અથવા OTP દાખલ કરો છો, તે સીધા હેકર્સ સુધી પહોંચી શકે છે અને તમારું ખાતું ખાલી થઈ શકે છે.
આપણ વાંચો: બાન્દ્રાની વૃદ્ધાએ સાયબર ફ્રોડમાં 7.88 કરોડ રૂપિયા ગુમાવ્યા
સુરક્ષિત કેવી રીતે રહેવું?
ઘણી મોટી બેંકિંગ એપ્લિકેશન્સમાં સ્ક્રીન કેપ્ચર બ્લોક, ટાઈમ આઉટ જેવી ફેસિલિટી હોય છે. છતાં કોઈ અજાણી વ્યક્તિને ક્યારેય સ્ક્રીનશેર કરવાની પરવાનગી આપો નહીં. આવો કોઈપણ પ્રકારની તમારી ભૂલ તમને ભારે પડી શકે તેમ છે. વિશેષ તમે તમારા બેંક કર્મચારીની મદદ લઈ શકો છો અને આવી કોઈપણ ઘટના બને તે તુરંત સાયબર ક્રાઈમ પોલીસની મદદ લઈ શકો છો.