WhatsApp વાપરતી વખતે ભૂલથી પણ ન કરશો ભૂલ નહીંતર…

WhatsApp આજના સમયની એકદમ મહત્વની જરૂરિયાત બની ગયું છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે હજારો કિલોમીટર દુર બેઠેલા પ્રિયપાત્ર કે મિત્રો સાથે ખૂબ જ સરળતાથી સંપર્ક સાધી શકાય છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ જેમ વોટ્સએપના ફાયદા છે એ જ રીતે તેનાથી નુકસાન પણ થઈ શકે છે. આજે અમે અહીં તમને આવા જ ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારે વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે ટાળવું જોઈએ નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવો જોઈએ કઈ છે એ ભૂલ…
આ પણ વાંચો : Whatsapp માં આવી રહ્યા ચાર નવા ફીચર, બદલાઈ જશે સંપૂર્ણ ચેટિંગ અનુભવ
જે રીતે વોટ્સએપ આપણા બધા માટે કમ્યુનિકેશનનું એક મહત્વનું મોટું પ્લેટફોર્મ છે એ જ રીતે સ્કેમર્સ માટે પણ તે એક મહત્વનું પ્લેટફોર્મ છે. આ જ પ્લેટફોર્મ મદદથી તેઓ સ્કેમ કરે છે અને લોકોને ચૂનો લગાવે છે. સ્કેમર્સને તમારૂ વોટ્સએપ એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે માત્ર તમારા ફોન નંબર અને એક ઓટીપીની જ જરૂર હોય છે. જો તમે ભૂલથી આ ઓટીપી સ્કેમર્સ સાથે શેર કરી દીધો તો તમારી બધી પર્સનલ ડિટેલ્સ સ્કેમર્સ પાસે પહોંચી જશે અને એ એનો ફાવે તેવો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો : X પર શરુ થયું WhatsApp જેવું ફીચર, આ યુઝર્સ ઉપયોગ કરી શકાશે
આનાથી બચવા તમારે શું કરવાનું છે એ વિશે વાત કરીએ પણ એ પહેલાં સ્કેમર્સ કઈ રીતે કામ કરે છે એ જાણી લઈએ. સ્કેમર્સ સૌથી પહેલા તો તમારા નમ્બરથી એકાઉન્ટ ઓપન કરશે અને રજીસ્ટર મોબાઈલ ફોન નંબર પર એક વેરીફીકેશન કોડ આવશે. તેઓ કોઈ પણ ભોગે તમારી પાસેથી આ કોડ માંગશે. જો તમારી પાસે પણ એવો કોઈ કોડ આવે તો આ કોડ કે ઓટીપી કોઈની સાથે પણ શેર કરવાની ભૂલ કરશો નહીં.
આ પણ વાંચો : Whatsapp લાવી રહ્યું છે નવું મહત્વનું ફીચર, સરળતાથી શોધી શકશો જૂની ચેટ
સામાન્ય પણે સાયબર ક્રિમીનલ તમને કોલ કરીને બેંક કે કોઈ સરકારી વિભાગના કર્મચારીઓ બનીને આ વેરીફીકેશન કોડ માંગશે, પણ તમારે એ કોડ શેર ન કરવો જોઈએ. જો તમે કોડ શેર કરશો તો એમને તમારા વોટ્સએપ એકાઉન્ટનું એક્સેસ મળી જશે અને તેઓ તમારી પર્સનલ ઇન્ફોર્મેશનનો ખોટો ઉપયોગ કરી શકે છે. અને તમે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ જશો.