આવતીકાલથી આ મોબાઈલ ફોનમાં નહીં કામ કરે What’sApp, જોઈ લો તમારો ફોન તો નથીને યાદીમાં…

વોટ્સએપએ આજકાલના સમયની દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઈ છે, આવી પરિસ્થિતિમાં તો હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો કે ભાઈસાબ આખરે એવા તે કયા મોબાઈલ ફોન્સ છે કે જેમાં આવતીકાલથી વોટ્સએપ નહીં વાપરી શકાય? ચાલો તમને જણાવીએ આ મોબાઈલ ફોન્સ વિશે…
વોટ્સએપ દ્વારા આવતીકાલ એટલે કે પહેલી જૂનથી કેટલાક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. પહેલાં કંપની દ્વારા પહેલી મે, 2025થી આ ફેરફાર અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં કંપનીએ પહેલી જૂનથી આ ફેરફાર લાગુ કરવાનો નિર્ણય લીધો જેને કારણે યુઝર્સને પોતાનો ફોન બદલવાનો મોકો મળી ગયો.
આ પણ વાંચો: સાવધાન ! વોટ્સએપ પર ચાલી રહ્યું છે મોટું સ્કેમ, ફોટો- વિડીયો ડાઉનલોડ કરતા જ થઇ જશે બેંક એકાઉન્ટ ખાલી
મળતી માહિતી પ્રમાણે આવતીકાલથી આઈઓએસ 15 કે એનાથી જૂના આઈફોન પર વોટ્સએપ સપોર્ટ નહીં કરે. આ મેસેજિંગ એપ એન્ડ્રોઈડ 5.0 કે એનાથી જૂના વર્ઝનવાળા ફોન માટેનું સપોર્ટ પણ હટાવી લેવામાં આવશે. આવો જોઈએ કયા છે આ ફોન કે જેના પર વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.
વોટ્સએપ કામ નહીં કરે એવા આઈફોન્સ અને એન્ડ્રોઈઝ ફોનની યાદી-
- આઈફોન 5એસ (iPhone 5s)
- આઈફોન 6 (iPhone 6)
- આઈફોન 6 પ્લસ (iPhone 6 Plus)
- આઈફોન 6એસ (iPhone 6s)
- આઈફોન 6એસ પ્લસ (iPhone 6s Plus)
- આઈફોન એસઈ (ફર્સ્ટ જનરેશન) (iPhone SE 1st gen)
- સેમસંગ ગેલેક્સી એસ4 (Samsung Galaxy S4)
- સેમસંગ ગેલેક્સી નોટ 3 (Samsung Galaxy Note 3)
- સોની એક્સપિરીયા ઝેડ1 (Sony Zperia Z1)
- એલજી જી2 (LG G2)
- હુવેઈ એસેન્ડ પી6 (Huawei Ascend P6)
- મોટો જી (ફર્સ્ટ જનરેશન) (Moto G 1st Gen)
- મોટોરોલા રેઝર એચડી (Motorola Razr HD)
- મોટો ઈ 2014 (Moto E 2014)