WhatsAppના આ નવા ફીચર વિશે જાણી લેશો તો ખુશીથી ઉછળી પડશો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
સ્પેશિયલ ફિચર્સ

WhatsAppના આ નવા ફીચર વિશે જાણી લેશો તો ખુશીથી ઉછળી પડશો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

વોટ્સએપ એ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને લોકપ્રિય બની ચૂકેલી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ભારત સહિત દુનિયામાં કરોડો લોકો આ એપનો ઉપયોગ કરે છે. જોકે, છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો તેને અરટ્ટઈ જેવી સ્વદેશી એપ્લિકેશનથી થોડી કોમ્પિટિશન મળી રહી છે.

વોટ્સએપની વાત કરીએ તો યુઝરની સુવિધા માટે વોટ્સએપ દ્વારા અલગ અલગ ફિચર લોન્ચ કરવામાં આવતા હોય છે. આજે અમે અહીં તમને આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વોટ્સએપના આ નવા ફીચરને કારણે તમે મોબાઈલ નંબર શેર કર્યા વિના જ યુઝર સાથે ચેટ કરી શકશો.

વોટ્સએપના આ નવા ફીચરની વાત કરીએ તો પહેલાં વોટ્સઅપ પર કોઈ સાથે વાત કરવી હોય તો તેનો નંબર હોવો ખૂબ જ જરૂરી છે. પરંતુ હવે કંપનીએ એક નવું ફીચર લોન્ચ કરવાની યોજના બનાવી છે જેમાં યુઝર્સ પોતાના યુઝરનેમની મદદથી એક બીજા સાથે કનેક્ટ કરી શકશે અને એના માટે મોબાઈલ નંબરની જરૂર નહીં રહે.

જોકે, આ ફીચર લાગે છે એટલું સરળ નહીં હોય કે બસ યુઝરે નેમ નાખ્યું અને ચેટ શરૂ થઈ ગઈ. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આની સાથે સાથે જ તમને એક ચાર અંકના યુઝર નેમ કીની જરૂર પણ પડશે. આનો અર્થ એવો થાય છે કે યુઝર પોતાના નામની સાથે આ ચાર ડિજિટનો કોડ કોઈને આપશે તો જ સામેવાળી વ્યક્તિ એની સાથે ચેટ કરી શકશે.

આ એક એડિશનલ સિક્યોરિટી ફીચરની જેમ કામ કરશે, જેથી કોઈ પણ વ્યક્તિ અજાણી વ્યક્તિ માત્ર તમારું યુઝર નેમ સર્ચ કરીને તમને મેસેજ નહીં મોકલાવી શકે.

વાત કરીએ આ નવું ફીચર ક્યારથી લાગુ કરવામાં આવશે એની તો વોટ્સએપ હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને એનાથી યુઝર પોતાનું મનગમતું યુઝરનેમ પહેલાંથી જ રિઝર્વ કરીને રાખી શકશે. જો તમે ઈચ્છો છો કે તમારું નામ કે યુનિક આઈડેન્ટિટી કોઈ બીજાના નામ પર ના હોય તો તમે એને પહેલાંથી જ સિક્યોર કરી શકો છો.

હાલમાં આ સુવિધા કેટલાક પસંદગીના યુઝર્સને આપવામાં આવી છે અને મેટાને એ સમજવામાં પણ મદદ મળશે કે યુઝરનેમના ફીચરને લઈને લોકોમાં કેટલો ઉત્સાહ અને માંગ છે. આવનારા સમયમાં ધીરે ધીરે આ ફીચર તમામ યુઝર્સ માટે લાગુ કરવામાં આવશે, જેથી તમામ યુઝર્સને પોતાનું મનગમતુ નામ પસંદ કરવાનો મોકો મળી રહે.

વાત કરીએ વોટ્સએપના લેટેસ્ટ બીજા ફીચરની તો વોટ્સએપ દ્વારા હાલમાં જ કેટલાક એઆઈ આધારિત નવા ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યા છે. આ સાથે સાથે એપમાં કોલ શેડ્યુલિંગની સુવિધા પણ જોડવામાં આવી છે, જેથી યુઝર્સ સરળતાથી પોતાના પ્રોફેશનલ મીટિંગ્સ કે ગ્રુપ કોલ્સને મેનેજ કરી શકશે.

છે ને એકદમ કમાલની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આ પણ વાંચો…WhatsApp પર પ્રમોશનલ મેસેજથી કંટાળી ગયા છો? માત્ર એક શબ્દ લખીને આ રીતે મેળવો છુટકારો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button