WhatsApp ગ્રુપ માટે આવ્યું આ નવું ફિચર, જાણી લેશો તો ફાયદામાં રહેશો… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

WhatsApp ગ્રુપ માટે આવ્યું આ નવું ફિચર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજનો સમય ડિજિટલ છે અને લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરનારાઓની સંખ્યા વધી રહી છે. આ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી જ એક એટલે વોટ્સએપ (WhatsApp). વોટ્સએપ યુઝર્સની સંખ્યા ખૂબ જ મોટી છે અને વોટ્સએપ પણ દર થોડા સમયે યુઝર્સની સુવિધા માટે અલગ અલગ ફિચર્સ લોન્ચ કરવામાં આવે છે. આજે અમે અહીં તમને આવા જ એક નવા ફિચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી વોટ્સએપ યુઝ કરવાનો તમારો એક્સપિરીયન્સ બેટર થશે…

વોટ્સએપનું આ નવું ફિચર ગ્રુપ ચેટિંગમાં યુઝર્સને મળશે જેનું નામ છે થ્રેડેડ મેસેજ રિપ્લાય. વોટ્એસપના અપકમિંગ ફિચરને ટ્રેક કરનારી વેબસાઈટ દ્વારા આ લેટેસ્ટ ફીચરની જાણકારી આપવામાં આવી છે. આ ગ્રુપ ચેટમાં સ્ટ્રક્ચર મેસેજ દેખાડશે.

વાત કરીએ આ ફિચર કઈ રીતે કામ કરશે એની તો ઘણી વખત ગ્રુપ ચેટમાં એવા મેસેજ આવે છે જેને કારણે અનેક મહત્ત્વના મેસેજ તરફ દુર્લક્ષ સેવાય છે. ઉદાહરણ તરીકે જો કોઈએ કે ઓફિસના વોટ્સએપ ગ્રુપમાં બોસે તમારા મેસેજનો જવાબ આપ્યો છે તો ત્યાર બાદ એક રિપ્લાય વ્યુ ઓપન થશે. જેમાં તમે તમામ મેસેજ તબક્કાવાર જોઈ શકશો.

વોટ્સએપની ગ્રુપ ચેટિંગ દરમિયાન ઘણી વખત લોકો એક સાથે મેસેજ કરવા લાગે છે આવી સ્થિતિમાં કોઈ મહત્ત્વનો મેસેજ છૂટી જાય છે. હવે કંપનીએ થ્રેડેડ મેસેજ રિપ્લાય તૈયાર કર્યો છે. હવે આ ફીચરની ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને કેટલાક લોકો માટે તેને જારી કરવામાં આવ્યું છે.

સ્ક્રીનશોટ્સ પરથી જાણી શકાય છે કે ગ્રુપમાં જો કોઈ તમારા મેસેજનો જવાબ આવે છે તો તેમાં રિપ્લાયની સંખ્યા જોવા મળશે અને એના પર ક્લિક કરીને થ્રેડ્સને ઓપન કરી શકશો. આ ફિચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને માટે ઉપલબ્ધ રહેશે. વોટ્સએપના થ્રેડેડ મેસેજ રિપ્લાયને કારણે યુઝર્સની વચ્ચેનું કન્ફ્યુઝન દૂર થશે અને આગામી દિવસોમાં તેનું સ્ટેબલ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવશે.

આપણ વાંચો:  Engineers Day Special: જાણો દેશના સૌથી ધનવાન એન્જિનિયર વિશે, નેટવર્થ છે ₹9 લાખ કરોડથી વધુ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button