WhatsApp પર સ્ટેટસ મૂકો છો? જાણી લો આ કામની માહિતી, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…
દુનિયાભરમાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) યુઝર્સની સંખ્યા ખૂબ જ વિશાળ છે. આંકડા પર વિશ્વાસ કરીએ તો દુનિયાભરમાં આશરે 300 કરોડથી વધુ લોકો પોતાના સ્માર્ટફોન પર વોટ્સએપ યુઝ કરે છે. યુઝર્સની સેફ્ટી અને સુવિધા માટે વોટ્સએપ પણ દર થોડા સમયે અલગ અલગ ફીચર્સ લોન્ચ કરે છે. છેલ્લાં એક વર્ષમાં વોટ્સએપે આવા અનેક ફીચર્સ રોલઆઉટ કર્યા છે અને હવે કંપનીએ વધુ એક ફીચર લોન્ચ કર્યું છે જે વોટ્સએપના સ્ટેટસ સંબંધિત છે. જો તમે પણ વોટ્સએપ પર સ્ટેટસ મૂકવાનું પસંદ કરો છો તો તમને પણ ચોક્કસ આ ફીચર ખૂબ જ પસંદ આવશે. ચાલો જોઈએ શું છે આ નવું ફીચર…
આ પણ વાંચો : WhatsApp પર આવી ગયું છે આ કમાલનું Secrete Feature, ચેટિંગનો એક્સપિરિયન્સ બદલાઈ જશે…
અગાઉ કહ્યું એમ વોટ્સએપ સતત પોતાના યુઝર્સ માટે નવા નવા ફીચર લોન્ચ કરે છે, એમાંથી કેટલાક ફીચર્સ યુઝર્સની પ્રાઈવસી માટે તો કેટલાક ફીચર્સના બેટર એક્સપિરિયન્સ માટે હોય છે. હવે વોટ્સએપ દ્વારા સ્ટેટસ મૂકનારાઓ માટે એક અનોખું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરને કારણે તમે જે વ્યક્તિ માટે સ્ટેટસ રાખ્યું છે એ વ્યક્તિ ચોક્કસ તમારું સ્ટેટસ સીન કરશે કે તમે એમના માટે સ્ટેટસ રાખ્યું છે.
આ પણ વાંચો : WhatsAppમાં હવે મનપસંદ સેલિબ્રિટી સાથે થશે વાત, મેટા લાવી રહ્યું છે ધમાકેદાર ફીચર
સામાન્યપણે લોકો સ્ટેટસ મૂકીને પોતાની લાગણીઓ કે રજૂ કરે છે. હવે વોટ્સએપે સ્ટેટસ મૂકનારાઓ માટે માટે Status Mention ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમે સ્ટેટ્સમાં એ વ્યક્તિનું નામ લખી શકશો કે જેમના માટે તમે સ્ટેટસ મૂક્યું છે અને એ વ્યક્તિને એ સ્ટેટસ જોવું પડશે.
વોટ્સએપના આ અપકમિંગ ફિચર વિશે એક વેબ પોર્ટલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં તો વોટ્સએપનું આ નવું ફીચર એન્ડ્રોઈડ 2.24.20.3 બીટા અપડેટ પર સ્પોટ કરવામાં આવ્યું છે. આ નવા ફીચરને કારણે યુઝર્સ લોકોને ટેગ નહીં પણ મોબાઈલમાં જે પણ કોન્ટેક્ટ સેવ છે એમને મેન્શન કરવાનો ઓપ્શન મળશે. જોઈ લો તમારા મોબાઈલ પણ આ નવું અપડેટ આવ્યું છે નહીં? આવ્યું હોય તો કોઈ ખાસ વ્યક્તિને મેન્શન કરીને તેમના સુધી તમારી લાગણી પહોંચાડી દો ભાઈસાબ…