તમને પણ WhatsApp પર મેસેજ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે? પહેલાં આ વાંચી લો…

વોટ્સએપ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગ લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે અને શનિવારે સાંજથી જ મેટાના સ્વામિત્વવાળી આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ ડાઉન થયું હતું. દેશ જ નહીં પણ દુનિયાભરમાંથી હજારો યુઝર્સે મેસેજિંગ એપમાં સમસ્યા આવી રહી હોવાની ફરિયાદ કરી હતી.
મળતી માહિતી અનુસાર ભારત, યુએસ સહિત દુનિયાના અનેક ભાગમાં યુઝર્સને વોટ્સએપ પર મેસેજ સેન્ડ કરવામાં સમસ્યા આવી રહી હોવાની ફરિયાદ કરી હતી. યુઝર્સને વોટ્સએપ લોગઈન કરવામાં કે મેસેજ રિસીવ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ કરી હતી.
આપણ વાંચો: સાવધાન ! વોટ્સએપ પર ચાલી રહ્યું છે મોટું સ્કેમ, ફોટો- વિડીયો ડાઉનલોડ કરતા જ થઇ જશે બેંક એકાઉન્ટ ખાલી
એક વેબસાઈટ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આશરે 87 ટકા ગ્રાહકોને મેસેજ મોકલવામાં સમસ્યા આવી રહી હતી જ્યારે 11 ટકા લોકોને એપ યુઝ કરવામાં સમસ્યા આવી રહી હતી.
વોટ્સએપ યુઝર્સે મેસેજ સેન્ટ ન થતાં હોવાની ફરિયાદ કરતાં સ્ક્રીનશોટ્સ વિવિધ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. એક યુઝરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ખાલી મને જ વોટ્સએપ વાપરવામાં સમસ્યા આવી રહી છે કે તમારા બધાનું વોટ્સએપ પણ ડાઉન છે? હું સ્ટેટસ અપલોડ કરવાની ટ્રાય કરું છં, પણ લાંબો સમય લાગી રહ્યો છે…
આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ : શૅરબજારના સોદા: નકલી ટે્રડિગ એપ્સ વત્તા વોટ્સએપથી સાવધાન
વોટ્સએપ દ્વારા આ આઉટેજને લઈને અત્યાર સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. આ પહેલાં પણ ફેબ્રુઆરી મહિનામાં વોટ્સએપ ડાઉન થયું હતું અને એ સમયે યુઝર્સ વોટ્સએપ પર મેસેજ કે વોટ્સએપ વેબ યુઝ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. એ સમયે પણ હજારો યુઝર્સને આઉટેજને કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે જ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યુપીઆઈનું સર્વર પણ ડાઉન હતું અને દોઢ-બે કલાક સુધી હજારો યુઝર્સ યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શક્યા નહોતા. હવે સાંજના સમયે લોકપ્રિય સોશિયલ મીડિયા એપ વોટ્સએપ ડાઉન થતાં યુઝર્સ હેરાન પરેશાન થઈ ગયા છે.