વૉટ્સએપ લાવ્યું ફરી નવું ફીચર, હવે કૉલ્સ કરતા સમયે મળશે આ ઑપ્શન્સ
વોટ્સએપ પર સંદેશાઓની જેટલી આપ-લે થાય છે તેટલા જ કૉલ્સ પણ લોકો કરતા થઈ ગયા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વધતો ટ્રેન્ડ જોઈને હવે કંપની કૉલ માટે એક નવું AR ફીચર લાવી રહી છે. ટેક મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર WhatsApp કોલ ઈફેક્ટ્સ અને ફિલ્ટર્સ માટે એક નવું AR ફીચર લાવી રહ્યું છે. આ સાથે, કોલિંગ પહેલા કરતા વધુ સારું અને વધુ મજા આવશે તેવું બનશે. કંપનીએ આ ફીચર એન્ડ્રોઇડ બીટા 2.24.16.7 અપડેટ અને iOS બીટા અપડેટ 24,17.10.74માં રજૂ કર્યું છે.
આને યોગ્ય રીતે સમજવા માટે WBએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે નવું ટૂલ કૉલિંગ દરમિયાન વીડિયો કૉલિંગમાં કેટલો મોટો ફેરફાર લાવશે. આમાં યુઝર્સને અલગ-અલગ ફેસ ફિલ્ટર્સ પણ મળશે. આ સિવાય યુઝર્સ વીડિયો કોલિંગ દરમિયાન પોતાની પસંદગી મુજબ ફિલ્ટર્સ પણ બદલી શકશે. માત્ર છોકરીઓ જ નહીં છોકરાઓ પણ ફિલ્ટર્સને ભરપૂર ઉપયોગ કરે છે આથી તેમને આ નવું ફીચર ચોક્કસ ગમશે.
આ પણ વાંચો : તમારા UPI એકાઉન્ટમાંથી અન્ય વ્યક્તિ ચૂકવણી કરી શકશે, ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે સુવિધા
વ્હોટ્સએપે એક બેકગ્રાઉન્ડ એડિટિંગ ટૂલ પણ રજૂ કર્યું છે જે વિડિયો કૉલ્સને વ્યક્તિગત કરવાની વધુ રીતો પ્રદાન કરે છે. આ સાધન વપરાશકર્તાઓને તેમની આસપાસની વસ્તુઓને અસ્પષ્ટ કરવાની અથવા WhatsApp પૃષ્ઠભૂમિને બદલવાની તક આપે છે.
આ સિવાય અન્ય એક ખાસ ફીચર જે યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી થશે તે છે કે યુઝર્સને આ ફીચર હેઠળ લૉ-લાઇટ મોડ બટન પણ મળશે. આ ફીચરનું નામ જ સૂચવે છે કે આ ફીચર ઓછા પ્રકાશ માટે છે. જો તમારા કોલ દરમિયાન આસપાસ લાઈટ ન હોય તો આ ફીચરની મદદથી લાઈટ વધારી શકાય છે. આ ઉપરાંત તેમાં ટચ-અપ મોડ પણ આપવામાં આવી રહ્યો છે.