સ્પેશિયલ ફિચર્સ

WhatsApp લાવ્યું આ કમાલનું Feature, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને એમાં પણ વોટ્સએપ (WhatsApp)એ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. દુનિયાભરમાંથી કરોડો લોકો વોટ્સએપ યુઝ કરે છે. મેટાની ઓનરશિપ હેઠળના આ મેસેજિંગ પ્લેટફોર્મ પર ફીડબેક અને યુઝર્સની જરૂર પ્રમાણે અપડેટ્સ અને ફીચર્સ લાવવામાં આવે છે, જેથી યુઝર્સનો ચેટિંગનો એક્સપિરીયન્સ સારો બની શકે છે. હવે એક નવું ફીચર વોટ્સએપમાં આવી ગયું છે, જેને કારણે યુઝર્સનો ચેટિંગ એક્સપિરીયન્સ વધારે સારો બનશે. ચાલો જોઈએ શું છે આ નવું અપડેટ-

વોટ્સએપ દ્વારા ગ્રુપ ડિસ્ક્રિપ્શન ફીચર કમ્યુનિટીઝનો હિસ્સો બની ગયો છે, જેથી યુઝર્સને ગ્રુપ જોઈન કરતાં પહેલાં જ એના વિશેની માહિતી મળી શકશે. વોટ્સએપને મળનારા અપડેટ્સ અને એમાં આવનારા નવા ફિચર્સની માહિતી આપતા પ્લેટફોર્મે પોતાની રિપોર્ટમાં જણાવ્યું હતું કે કમ્યુનિટીઝ માટે ગ્રુપ ડિસ્ક્રિપ્શન ફીચર હવે તમામ યઉઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : તમારા UPI એકાઉન્ટમાંથી અન્ય વ્યક્તિ ચૂકવણી કરી શકશે, ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે સુવિધા

આ નવા ફિચરને કારણે જ્યારે મેસેજિંગ એપમાં કોઈ પણ યુઝર્સને એડ કરવામાં આવશે તો તેને આ ગ્રુપ શેના વિશે છે અને એનાથી તેમને શું ફાયદો થશે એની માહિતી મળી જશે. યુઝર્સને પહેલાંથી જ ખબર હશે કે તે આ ગ્રુપનો હિસ્સો બનવા માંગે છે કે નહીં.

હાલમાં આ અપડેટ આઈઓએસ એપમાં સ્ટેબલ વર્ઝનમાં આપવામાં આવ્યું છે અને અમુક યુઝર્સને તો એનો ફાયદો મળવાનું પણ શરૂ થઈ ગયું છે અને આગામી અઠવાડિયામાં કેટલાક અન્ય યુઝર્સને પણ આનો ફાયદો મળવાનું શરૂ થઈ જશે.

આ સિવાય મેસેજિંગ એપ બીજા એક ફીચર પર પણ કામ કરી રહ્યું છે જેની મદદથી યુઝર્સના એનિમેટેડ અવતાર પ્રોફાઈલ સ્ક્રીન પર જોવા મળશે. યુઝર્સને મેટાની અન્ય સર્વિસમાં પોતાનો અવતાર બનાવવાનો અને તેના સ્ટીકર્સ બનાવવાનો ઓપ્શન પણ આપવામાં આવે છે. આ અવતાર કસ્ટમાઈઝ્ડ કરી શકાશે, એવી માહિતી પણ કંપની દ્વારા આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button