આજનું રાશિફળ (09-11-23): વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકોના ભૌતિક સુખ-સુવિધામાં આજે થશે વૃદ્ધિ, જોઈ લો બાકીના રાશિનો શું છે હાલ?

મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સખત પરિશ્રમ કરવા માટેનો દિવસ રહેશે. આજે કોઈની વાતમાં આવ્યા વિના આગળ વધો નહીંતર ખોટે માર્ગે ચઢી જશો. બેંક, વ્યક્તિ કે કોઈ સંસ્થા પાસેથી જો ઉધાર પૈસા લેશો તો આજે એ સરળતાથી મળી જશે. સંતાનની પ્રગતિ જોઈને મન સંતુષ્ટ છે. જો આજનું કોઈ કામ આવતીકાલ પર રાખશો તો ચોક્કસ જ સમસ્યાનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે મળીને ભવિષ્ય માટે પ્લાનિંગ કરશો. વિરોધીઓથી સાવધ રહો. તમારી નેતૃત્વ ક્ષમતામાં સુધારો જોવા મળશે.

વૃષભઃ આ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે અને તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. જીવનધોરણ સુધારવા માટે આજે તમે પૂરતા પ્રયાસો કરશો. પરિવારના કોઈ સભ્યને આજે ઘરથી દૂર નોકરી મળી શકે છે. આજે તમારી કોઈ પ્રિય અને મૂલ્યવાન વસ્તુ ખોવાઈ જવાનો કે ચોરાઈ જવાનો ડર છે, તેથી તમારે સાવધ રહેવું જોઈએ.

મિથુનઃ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરવા માટેનો દિવસ રહેશે. પૈતૃક સંપત્તિ બાબતે જો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તમારે ખાસ સાવધ રહેવાની જરૂર છે. આજે તમારે વડીલોની વાતનું સંપૂર્ણ સન્માન જાળવી રાખવું પડશે, નહીંતર તેમને ખરાબ લાગી શકે છે. મિત્રો સાથે આજે થોડો સમય આનંદમાં પસાર કરશો. જો કામના સ્થળે તમારાથી કોઈ ભૂલ થઈ હશે તો આજે તમારે એ ભૂલ ઉપરી અધિકારી સામે કબૂલવી પડશે. માતા સાથેના સંબંધોમાં આજે મુશ્કેલી આવી શકે છે.

કર્કઃ કર્ક રાશિના લોકોએ આજે બિનજરૂરી વાદવિવાદ કે દલીલમાં પડવાથી બચવું જોઈએ. આજે તમે આળસને કારણે કોઈ મહત્ત્વપૂર્ણ કામ આવતીકાલ પર મુલતવી રાખશો, જેને કારણે સમસ્યા ઊભી થઈ શકે છે. સામાજિક કાર્યોમાં આજે તમારો પૂરેપૂરો ઉત્સાહ જળવાઈ રહેશે. વેપારમાં આજે કોઈ વાતને લઈને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વ્યવહાર સંબંધિત બાબતો આજે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. આજે આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે વાત કરતી વખતે આજે તમારે ખૂબ જ સાંભળવી પડશે.

સિંહઃ આજનો દિવસ તમારી વાણી અને વર્તનમાં મધુરતા લાવશે. પરિવારમાં કોઈ આનંદકારક અને શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ ન કરો, નહીં તો તમને થોડું નુકસાન થઈ શકે છે. તમે તમારા ઘરની પેઇન્ટિંગ, પેઇન્ટિંગ વગેરેનું આયોજન કરી શકો છો. જો તમે પિકનિક વગેરે પર જાઓ છો, તો તમારા માતાપિતાને પૂછ્યા પછી ત્યાં જવાનું સારું રહેશે. તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરવામાં કોઈ કસર છોડશે નહીં, પરંતુ તમે તમારી ચતુરાઈથી તેમને સરળતાથી હરાવી શકશો.

કન્યાઃ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. યાદશક્તિમાં આજે વધારો થશ. તમે તમારી લાઈફસ્ટાઈલને બદલવા માટે પ્રયાસ કરશો. સંતાન આજે કોઈ વાતે તમારાથી નારાજ થઈ શકે છે. આજે ભૂતકાળની કોઈ ભૂલ તમારી સામે આવશે. નોકરીમાં જુનિયર લોકો તમને કામમાં મદદ કરશે. મિત્રના સ્વાસ્થ્યને લઈને આજે ચિંતિત રહેશો. લાંબા સમયથી કોઈ કામ પેન્ડિંગ હતું તો આજે એ પૂરું થઈ રહ્યું છે. પિતા સાથે કોઈ મુશ્કેલી સાથે વાત કરવી પડશે, તો જ તમારી સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

તુલાઃ આ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. કરિયરને લઈને આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. પારિવારિક સંબંધો સાચવી રાખવા આજે તમારે મોટું મન રાખીને માફી આપવી પડશે. તમારી અંદર સહકારની ભાવના વધશે. ધર્માદાના કાર્યોમાં તમને સંપૂર્ણ રસ રહેશે. જ્યારે વરિષ્ઠ સભ્યો કોઈપણ કાર્ય કરે ત્યારે તેમાં સંપૂર્ણ નમ્રતા બતાવો. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓનો માર્ગ આજે મોકળો થઈ રહ્યો છે.

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ લેવડ-દેવડની બાબતમાં મુશ્કેલી ઊભી કરનારો સાબિત થઈ શકે છે, પરિણામે આજે કોઈની પણ પાસેથી તમારે પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ. તમે તમારી લક્ઝરી પર સારી રકમ ખર્ચ કરશો, પરંતુ જો તમે તમારી આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે. આજે તમને તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો લાભ મળશે. તમારે આર્થિક કાર્યોમાં ગતિ જાળવી રાખવી પડશે. તમારી કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં ગતિ આવશે. તમારી આવક અને ખર્ચમાં વધારો થવાને કારણે, જો તમને પૈસા સંબંધિત કોઈ ચિંતા હતી, તો તે થોડી ઓછી થશે.

ધનઃ ધન રાશિના લોકોમાં આજે પ્રેમ અને સહકારની ભાવના જોવા મળષે. કાયદાકીય બાબતોમાં આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે. આજે જૂની કોઈ ભૂલ માટે તમને પસ્તાવો થશે. પ્રગતિના માર્ગમાં જો કોઈ અવરોધો આવી રહ્યા હતાત તો આજે એ અવરોધો પણ દૂર થઈ રહ્યા છે. આવક વધારવા માટે જો તમે આજે પ્રયાસો કરશો તો તેમાં ચોક્કકસ સફળતામળશે. પ્રોપર્ટીના મામલામાં તકેદારી રાખીને આગળ વધો, નહીંતર છેતરાઈ જવાની શક્યતા છે. ભાઈ-બહેન તરફથી પૂરો સહયોગ મળી રહ્યો છે.

મકરઃ મકર રાશિના લોકોને આજે કોઈ ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો મોકો મળશે. પ્રોપર્ટીમાં ડીલ કરનારાઓને આજે વધુ સારી ઓફ મળી શકે છે. જો કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો તો એને સમયસર પૂર્ણ કરવાનું રાખો. માતાના સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ સાવધ રહો. કરિયરને લઈને ચિંતા સતાવી રહી હતી તો આજે એ ચિંતા થોડી હળવી થઈ શકે છે. વેપાર કરનારાઓને વેપારમાં આજે તેજી જોવા મળશે અને એને કારણે ખુશીનો પાર નહીં. આજે કામ માટે ટૂંકી સફર પર જવું પડશે.

કુંભઃ કુંભ રાશિના લોકોએ આજે કોઈ મહત્ત્વનું કામ ધીરજથી પૂરું કરવું પડશે અને આજે પરસ્પર સહયોગની ભાવના તમારી અંદર જોવા મળશે. વરિષ્ઠ સભ્યો સાથે આજે વાત કરતી વખતે વાણીમાં મિઠાશ જાળવી રાખો. મહત્ત્વપૂર્ણ બાબતોમાં સાવધાનીથી આગળ વધો નહીંતર મુશ્કેલી ઊભી થઈ શકે છે. દિનચર્યાને જાળવી રાખો. વેપાર કરતાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે કોઈની વાતથી પ્રભાવિત થવાનું ટાળો અને કોઈ પણ બાબતનો આગ્રહ બતાવવાનું ટાળો. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ એમનો મેળ પડશે.

મીનઃ મીન રાશિના લોકો માટે મિશ્રિત પરિણામ આપનારો સાબિત થશે. આજે વેપાર કરનારા લોકો સારું પ્રદર્શન કરશે અને નોકરી કરનારા લોકો ટીમ વર્કની ભાવનાથી આગળ વધશે. ભાગીદારીમાં આજે કોઈ પણ કામ કરવાનું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. પ્રોપર્ટી, વાહન કે મકાન ખરીદવાની હિલચાલ તેજ થશે. શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આજે દિવસ સારો રહેવાનો છે. કામના સ્થળે આજે તમને તમારી વિચારસરણીનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે.
