આજનું રાશિફળ (02-11-23): મિથુન, સિંહ અને કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ હશે અનુકૂળ…

મેષ: મેષ રાશિના લોકો માટે આજનો દિવસે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે. લાંબા સમયથી અટવાઈ પડેલાં તમારા કામોને આજે પૂરા કરવા માટે પૂરતા પ્રયાસો કરશો. આજે તમે કેટલાક નવા લોકોને મળશો. પ્રવાસ પર જતી વખતે ખાસ સાવધ રહો. બિઝનેસમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવાનું રાખો. કેટલીક નવી ચર્ચાઓમાં ભાગ લેવાની તક મળશે. કોઈ સંબંધી માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. વિરોધીઓની ચાલને સમજીને આજે તમારે આગળ વધવું પડશે. સંતાનને આપેલું કોઈ પણ વચન તમારે આજે પૂરું કરવું પડશે.


વૃષભઃ આજનો દિવસ આ રાશિના લોકો માટે આનંદદાયક સાબિત થશે. તમારા તમામ પૂર્વનિર્ધારિત કામ આજે પૂરા થઈ રહ્યા છે. તમારા માટે આનંદદાયક રહેશે. આજે તમારા બધા આયોજિત કાર્ય પૂર્ણ થશે. રાજકીય ક્ષેત્રે કામ કરનારા લોકોનો વ્યાપ વધશે. નવા લોકો સાથે સંપર્ક વધશે. તમને ભેટ તરીકે કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે. પારિવારિક બાબતોમાં તમારી રુચિ વધશે. તમે તમારા ઘરમાં સમારકામ વગેરે કરવાની યોજના પણ બનાવી શકો છો. આજે તમે કોઈ એવો નિર્ણય લઈ શકો છો કે જેને કારણે તમારો પરિવાર તમારાથી નારાજ થઈ શકે છે.
મિથુનઃ મિથુન રાશિના લોકોના જીવનમાં આજનો દિવસ રચનાત્મક કામ કરીને આગળ વધવાનો રહેશે. સંતાનોને આજે મૂલ્ય અને પરંપરાના પાઠ ભણાવશો. આજે તમે પરિવારના લોકોની અપેક્ષા પર ખરા ઉતરશો. આજે ભાગીદારીમાં બિઝનેસ કરવાનું ટાળો, નહીંતર નુકસાન થવાની શક્યતા છે. આજે તમારી અંદર સહયોગની ભાવના જોવા મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે. મનની કોઈ ઈચ્છા વિશે માતા સાથે વાત કરશો.


કર્કઃ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મુશ્કેલી અને સમસ્યાઓથી ભરપૂર સાબિત થવાનો છે. તમારે વાણી વર્તનમાં નિયંત્રણ રાખવું પડશે. લેવડ-દેવડન બાબતમાં વિશેષ સાવધાની રાખવી રડશે. વિદેશમાં વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ કોઈ સારા સમાચાર લીને આવવવાનો છે. આજે તમે કોઈ મહત્ત્વની વસ્તુઓ પાછળ સારી એવી રકમ ખર્ચ કરશો. બજેટ બનાવીને જ પૈસા ખર્ચ કરવાનું આજે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કાયદાકીય બાબતોમાં આજે જિત મળી શકે છે.
સિંહઃ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓની સૌગાત લઈને આવી રહ્યો છે. આજે તમારી અંદર સ્પર્ધાની ભાવના જોવા મળશે. આજે કારકિર્દીને લઈને તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. પિતા સાથે મસલત કરીને જ આજે આગળ વધવું જોઈએ. અંગત જીવનમાં જો કોઈ મુશ્કેલીઓ આવી રહી હતી તો એમાંથી રાહત મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે કોઈપણ પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે.


કન્યાઃ શાસન અને વહીવટની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. કલા અને કૌશલ્યમાં સુધારો થશે. તમારે પ્લાનિંગ કરીને તમારા પૈસા ખર્ચવા જોઈએ, નહીં તો તમે નકામી વસ્તુઓ પર વધુ પડતા પૈસા ખર્ચ કરી શકો છો. કાર્યસ્થળ પર, તમે કોઈ પણ કાર્ય સમય પહેલા પૂર્ણ કરશો, જે તમારા અધિકારીઓને પણ આશ્ચર્યચકિત કરશે. મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમારે તમારા બાળકોને આપેલા કોઈપણ વચનો પૂરા કરવા પડશે, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
તુલાઃ તુલા રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ સાબિત થશે. વિદ્યાર્થીઓ આજે પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે. માતા તરફથી આર્થિક લાભ થઈ રહ્યો છે. આજે તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. તમને ધાર્મિક અને મનોરંજનના કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. માતા-પિતાના આશીર્વાદથી આજે તમે મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી શકશો.


વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ ધીરજ અને હિંમતથી આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારી જવાબદારીઓ ખૂબ જ સાવધાનીથી પૂરી કરવી પડશે. કોઈ પણ જોખમી કામમાં ઝંપલાવવાનું ટાળો. વેપારમાં આજે તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આજે મહત્ત્વના કામની યાદી બનાવીને જ આગળ વધશો તો સારું રહેશે. પરિવારની સલાહ આજે તમારા માટે મહત્ત્વની સાબિત થશે. સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન આપો.
ધનઃ ધન રાશિના લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. આજે ભાગીદારીમાં કોઈ પણ કામ કરવાનું તમારા ફાયદાનો સોદો સાબિત થશે. સાથીદાર પર આજે તમે પૂરો વિશ્વાસ કરશો. પ્રોપર્ટી ખરીદતી વખતે દસ્તાવેજોની બરાબર ચકાસણી કરી લો. લીડરશિપ ક્વોલિટી સુધરશે. બધાને સાથે લઈને આગળ ચાલવાના તમારા પ્રયાસો સફળ થશે. આજે કેટલાક નવા કરારોનો લાભ મળી રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થતાં મન પ્રસન્નતા અનુભવશે.


મકરઃ આજનો દિવસ આ રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિકોણથી નબળો સાબિત થશે. આજે કોઈ પણ કામ કરતી વખતે નિયમોનું ખાસ ધ્યાન રાખો. કોઈની પણ વાતમાં આવી જઈને ગેરમાર્ગે દોરાઈ શકો છો એટલે એવું કરવાનું ટાળો. કામના સ્થળે આજે તમે તમારા કામ અને મહેનતથી ઉપરી અધિકારીને ખુશ કરી શકશો. બિઝનેસ સંબંધિત કોઈ સમસ્યા લાંબા સમયથી પરેશાન કરી રહી હતી, તો તે પણ દૂર થઈ જશે. નોકરી કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લેવડ-દેવડની બાબતમાં આજે ખૂબ જ સાવધાની રાખો.
કુંભઃ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. આજે પ્રવાસ દરમિયાન કોઈ માહિતી મળી શકે છે, પણ એને તમારા પૂરતી જ મર્યાદિત રાખો. કામમાં આજે તમારું પ્રદર્શન નોંધનીય રહેશે. તમારા કામને આજે વેગ મળી રહ્યો છે. સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહેલાં લોકોને આજે સફળતા મળી શકે છે. કોઈ પણ જગ્યાએ આજે ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું જોઈએ, નહીંતર નુકસાન થવાની શક્યા છે. મિત્ર તરફથી આજે સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.


મીનઃ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ કરનારો સાબિત થશે. આજે કોઈ સંવેદનશીલ મામલામાં તમારે ઉતાવળ ના કરવી જોઈએ. કામના સ્થળે આજે કોઈ મહત્ત્વની જવાબદારી મળી શકે છે. જો તમે લાંબા સમયથી નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે એ ઈચ્છા પૂરી થતી જણાઈ રહી છે. આજે તમારે તમારા વિચારોનું ખાસ ધ્યાન રાખવું પડશે, નહીંતર એને કારણે તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. જો કોઈ કામ ઘણા સમયથી અટવાઈ પડ્યું હોય તો આજે એ કામ પણ પૂરું થતું દેખાઈ રહ્યું છે.