Whats App લાવી રહ્યું છે આ નવું feature, હવે તમારો પ્રોફાઈલ ફોટો પણ રહેશે સેફ

વોટ્સએપ Whats App પર નવા અપડેટ આવવાથી લોકો માટે તે ખૂબ જ સુવિધાજનક બની ગયું છે. ચેટિંગ અને ડેટા સુરક્ષિત રહે તે માટે કંપની ઘણા પ્રકારની સુરક્ષા સુવિધાઓ પણ આપે છે. જ્યારે પહેલા લોકોને એપ પર વ્યુ વન્સ ફોટો કે વીડિયોના સ્ક્રીનશોટ લેવાની મંજૂરી ન હતી, હવે ટૂંક સમયમાં કંપની પ્રોફાઈલ ફોટો માટે પણ આવું જ કંઈક કરવા જઈ રહી છે. આ સુવિધા પહેલા એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.4.25 માં ટેસ્ટ કરવામાં આવી છે જે થોડા અઠવાડિયામાં દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે, તેવી માહિતી અહેવાલ દ્વારા મળી છે.
વોટ્સએપ તેના યુઝર્સને જ્યારે પણ અને ગમે તેટલી વાર તેમનો પ્રોફાઈલ ફોટો બદલવાની છૂટ આપે છે, પરંતુ લાંબા સમયથી લોકોએ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવાનું છે કે તેમના ફોટોનો સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરે તો તેઓ કંઈ કરી શકતા નથી. આવું માત્ર વ્યક્તિના ફોટા માટે નહીં પણ કોઈ કંપનીના લોગો વગેરે સાથે પણ થઈ શકે છે.
આ કોઈની પ્રાઈવસી માટે સારું નથી અને તેનો ઉપયોગ ખોટા ઈરાદા સાથે થઈ શકે છે. સ્ક્રીનશૉટ્સ લેવા એ વ્યક્તિની પ્રાયવસીનું ગંભીર ઉલ્લંઘન છે અને મોટાભાગના કિસ્સાઓમાં તમને ખ્યાલ પણ નથી હોતો કે કોઈ તમારા ફોટા સાથે શું કરશે.
નવા ફીચર અંગે મળતી માહિતી અનુસાર જો કોઈ વ્યક્તિ પ્રોફાઈલ ફોટો કેપ્ચર કરવાનો પ્રયાસ કરે છે, તો તેને પહેલા બ્લેક સ્ક્રીન મળશે, અને એકાઉન્ટ યુઝરને એક સંદેશ મળશે કે એપ પ્રતિબંધોને કારણે સ્ક્રીનશૉટ લઈ શકાતો નથી. આ પ્રાઈવસી સેટિંગ WhatsApp માં વૈકલ્પિક રહેશે નહીં, જેનો અર્થ છે કે તમે સેટિંગ્સ જાતે બદલી શકતા નથી.
આ ફીચર ફેસબુક પર પહેલાથી જ છે. આ ફીચર લાવવા માટે WhatsApp એકમાત્ર મેટા-માલિકી ધરાવતું પ્લેટફોર્મ નથી. અગાઉ, ફેસબુકે એક અલગ પ્રોફાઇલ પિક્ચર ગાર્ડ ટૂલ રજૂ કર્યું હતું જે અન્ય લોકોને ફોટાના સ્ક્રીનશોટ લેવા દેતું નથી.