કોફીમાં સોલ્ટ? ? સોશિયલ મીડિયાના આ ટ્રેન્ડ પાછળ શું છે વિજ્ઞાન?

જેટલા ચાના પ્રેમીઓ હોય છે તેટલા કૉફીના ફેન પણ હોય છે. બહુ મોટો વર્ગ રોજની પાંચ-સાત કૉફી પી જાય છે. ઘણા લોકોને બ્લેક કૉફી, કોઈને માઈલ્ડ તો કોઈને એકદમ કડક. મોટાભાગના લોકો કૉફીમાં શૂગર નાખે, ઘણાને શૂગરલેસ ગમે, પણ હાલમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ઘણો વિચિત્ર લાગે તેવો છે. લોકો કૉફીમાં નમક એટલે કે મીઠું નાખીને પી રહ્યા છે.
એક કપ કૉફીમાં શૂગર નહીં પણ એક ચપટી જેટલું મીઠું નાખી લોકો પી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડિંગ છે અને આનાથી કૉફીની કડવાશ દૂર થાય છે અને તે વધુ સ્વાદિષ્ટ લાગે છે, તેવું પીનારા કહે છે.
આ પણ વાંચો : હલકા-ફુલકા મસાલા પાપડથી ડાયાબિટિસ થાય? જાણો આ નવા સંશોધન વિશે
આ ટ્રેન્ડ શરૂ થયો ત્યારે લોકોએ તેને સિરિયસલી ન લીધો, પરંતુ ધીમે ધીમે જેમણે પીધું તેમને મજા આવવા લાગી. તેમના કહેવા અનુસાર માત્ર એક ચપટી મીઠું કૉફીનો સ્વાદ બદલી નાખે છે અને પીવાની મજા આવે છે.
હવે મુખ્ય વાત કરીએ તો મીઠામાં આર્યન અને સોડિયમ હોય છે, તે જો કૉફીમાં શૂગર ન હોય અને કૉફી કડવી લાગતી હોય તો કડવાશ ઘટાડે છે. જોકે મીઠું માત્ર બે દાણા એટલે કે એક નાની ચપટી જ નાખવાનું છે.
શું આરોગ્ય માટે સારું છે
કૉફીમાં નમક આરોગ્ય માટે કોઈ નુકસાન કરે છે કે તેમ તે અંગે અમુક નિષ્ણાતોનું કહેવાનુ છે કે જો તમે શૂગર અવોઈડ કરવા માગતા હોય તો નમક સારો ઑપ્શન છે. મીઠું ડાઈડ્રેશન વધારે છે તેવી દલીલો નિષ્ણાતો સ્વીકારતા નથી. તૂર્કીયેના લગ્નોમાં નમકવાળી કૉફી ચોક્કસ સર્વ થાય છે તો વિયેટનામમાં સોલ્ટી કૉફી મળે છે અને લોકોમાં પ્રિય છે. આથી જો તમને ભાવતું હોય તો કૉફીમાં થોડું નમક નાખી તમે પી શકો છો.